• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • અપર પ્રાયમરીમાં ફરજ બજાવતા શિક્ષકોને માધ્યમિક શિક્ષક જેટલો પગાર આપો

અપર પ્રાયમરીમાં ફરજ બજાવતા શિક્ષકોને માધ્યમિક શિક્ષક જેટલો પગાર આપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનીસરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોનો રોષ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. પોતાના હક્કો માગવા લાગ્યા છે, ત્યારે સમાન કામ સમાન વેતનની નીતિ અપનાવવાની પણ માંગ કરી રહ્યા છે. હાલમાં ધોરણ 6થી 8માં અભ્યાસ કરાવતા શિક્ષકો દ્વારા રાજ્ય શિક્ષણ સંઘના પ્રમુખને એક પત્ર લખીને માધ્યમિક શાળાના શિક્ષકોને આપવામાં આવતા પગાર જેટલો પગાર આપવાની રજૂઆત કરી છે. શિક્ષકોની લાયકાત અને કામના કલાકો સરખા હોય તો શા માટે પગાર એક સરખો આપવામા આવતો નથી ? તેવો સવાલ કર્યો છે

રાજ્યમાં પગારને લઇને કર્મચારીઓમાં વિસંગતતા છે. સમાન કામ સમાન વેતન ઉપર સરકાર કામ કરતી નથી. ત્યારે ધોરણ 6થી 8ના શિક્ષકો પગારને મુદ્દે સામે આવ્યો છે અને રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખને પત્ર લખી પગાર વધારાની માંગણી કરી છે. એક શિક્ષકે કહ્યુ કે પ્રાથમિક શિક્ષણને વર્ષ 2010થી બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યુ છે. એક નિમ્ન પ્રાથમિક અને બીજુ ઉચ્ચ પ્રાથમિક. નિમ્ન પ્રાથમિકમાં ધોરણ 1થી 5 અને ઉચ્ચ પ્રાથમિકમાં 6થણી 8નો સમાવેશ કરાયો છે. ત્યારે નીમ્ન પ્રાથમિકમાં શિક્ષકોને એક વર્ષમાં 200 દિવસ કામ કરવાનુ થાય છે. જ્યારે અપર પ્રાયમરીમાં 220 દિવસ કામગીરી કરવાની થાય છે. જ્યારે બંને શાળાના શિક્ષકોની પાસે સમાન અભ્યાસ કરે હોય છે.

પગારની બાબત આવે ત્યારે ધોરણ 1થી 8ના તમામ શિક્ષકોને સમાન પગાર અપાઇ રહ્યો છે. જે ઉચ્ચ પ્રાથમિકમાં ફરજ બજાવતા શિક્ષકોને અન્યાય કર્તા છે. રાજ્યભરના ધોરણ 6થી 8માં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા પગાર વધારની માંગ કરવાની રજૂઆત પ્રમુખને કરવામાં આવી છે.

19મીએ મળનારી કારોબારીમા ચર્ચા

અપરપ્રયમરીમાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખને પગાર વધારા બાબતે રજૂઆત કરવામાં આવી છે કામનો સમય ગાળો અને અભ્યાસ માધ્યમિક વિભાગના શિક્ષકો જેટલો હોવા છતા પ્રાયમરીના શિક્ષક જેટલો પગાર આપવામાં આવી રહ્યો છે ત્યારે આગામી 19મીની કારોબારીમાં ચર્ચા કર્યા બાદ સરકારમાં રજૂઆત કરાશે.

>દિગ્વિજયસિંહ, પ્રમુખ

ધો. 6થી 8ના શિક્ષકોની લાયકાત અને કામના કલાકોમા કઇં ફેરફાર નથી તો પગારમાં કેમ ?

અન્ય સમાચારો પણ છે...