રંગોના પર્વે ગાંધીનગર બન્યું રંગીલું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં હોળી અને ધૂળેટી પર્વની ઉમંગભેર ઉજવણી કરાઇ હતી. ધૂળેટી પર્વ પર ઇકોફ્રેન્ડલી રંગોનો છટંકાવ વધુ જોવા મળ્યો હતો. જ્યારે મંદિરોમાં ભગવાનનો ફૂલડોલ ઉત્સવ ઉજવાયો હતો. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દિવસભર રંગોની વર્ષા થતાં ગાંધીનગર રંગીલું બન્યું હતું. રંગોના તહેવારની અલગ અલગ રીતે યુવા હૈયાઓ અને સહિત અબાલ વૃદ્ધ ઉજવણી કરતા હોય છે. એક બીજાના ચહેરા ઉપર રંગ લગાવી ઉલ્લાસભેર ધૂળેટીને મનાવે છે. ત્યારે રાજ્યનુ સનદી યુગલ અજય તોમર અને સુનયના તોમર દ્વારા ધૂળેટીની ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી હતી. 90 દિવ્યાંગ બાળકોને પોતાના આગણે બોલાવી રંગ લગાવ્યો હતો. ત્યારે તહેવારમા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ પણ જોડાયા હતા.આદિવાસી સમાજમાં હોળી અને ધુળેટીના પર્વનું ખુબ મહત્વ હોય છે. સમાજના પરિવારે દિવસે એકઠા થઇને ઉત્સાહ અને આનંદ પૂર્વક પર્વની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...