સેકટર 3માં સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા નાગરિકો પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાર્ડનમાં સોલર લાઇટો વર્ષોથી બંધ

ગાંધીનગરમાંગરમીની ઋુતુ શરૂ થતાં પ્રાથમિક સુવિધાની સમસ્યા સર્જાઇ છે. સેકટર 3માં સ્ટ્રીટ લાઇટ, પાણી અને આંતરીક રસ્તાઓ સહિતની સમસ્યા ઉભી થઇ છે. સ્થાનિક વસાહત મંડળના નરસિંહભાઇ પરમારે જણાવ્યું હતું કે, સેકટર 3માં અવાર-નવાર સ્ટ્રીટ લાઇટો બંધ રહેવી, પાણીનો પ્રવાહ ધીમો આવવાથી ટાંકીઓ ભરાતી નથી, આંતરીક રસ્તાઓ બિલકુલ ધોવાઈ ગયા છે અને તેમાં ખાડા પડી ગયા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સેકટરમાં દવાખાના બંધ થયા ત્યાંથી લઇને આજ દિન સુધી ચાલુ થયા નથી. દવાખાના ચાલુ કરીને ડૉક્ટર મુકવામાં આવવા જોઇએ. ગાર્ડનમાં નાખવામાં આવેલી સોલર લાઇટો વર્ષોથી બંધ છે. તેમજ રામેશ્વર મંદિર અને સરકારી પ્રાથમિક શાળા પાસે આવેલા ચાર રસ્તામાં અવાર-નવાર અકસ્માતો થાય છે. જેથી ચાર રસ્તા પાસે બે બંપ બનાવવામાં આવે તો અકસ્માતો બંધ થઇ શકે છે. જ્યારે ગાર્ડનમાં શૌચાલય હોવાથી લોકો જાહેરમાં શૌચક્રિયા કરે છે. જેથી અહીં જાહેર શૌચાલય બનાવવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોમાં માંગ ઉઠી છે.

પ્રાથમિક સુવિધાઓમાં અવાર-નવાર મુશ્કેલીઓ સર્જાય છે: નાગરિકો

અન્ય સમાચારો પણ છે...