• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર જિલ્લાની બાકી રહેલી 94 ગ્રામપંચાયતની 8 એપ્રિલે ચૂંટણી

ગાંધીનગર જિલ્લાની બાકી રહેલી 94 ગ્રામપંચાયતની 8 એપ્રિલે ચૂંટણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યની10 હજાર કરતા વધારે ગ્રામ પંચાયતની ચૂંટણી ડીસેમ્બર 2016માં યોજાઇ છે. જ્યારે 1828 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી બાકી હતી. બાકી રહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 8 એપ્રિલના રોજ યોજવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના 94 ગામમા સરપંચ સહિત સભ્યોની ચૂંટણી યોજાશે. ત્યારે આચારસહિંતા લાગુ પાડી દેવામાં આવી છે.

રાજ્યમાં એપ્રિલ મહિનામાં ગ્રામ પંચાયતની ટર્મ પુરી થતી હોય ઉપરાંત સરપંચ અને સભ્યોની ખાલી પડેલી જગ્યાઓ ઉપર પેટા ચૂંટણી કરવામાં આવશે. ત્યારે ડીસેમ્બર મહિનામાં પૂર્ણ થયેલી ચૂંટણી બાદ ખાલી પડેલી અને ટર્મ પુરી થતા હોય તેવા ગામની ચૂંટણીનુ જાહેરનામુ બહાર પડી ગયુ છે. ગાંધીનગર જિલ્લામાં 94 ગામમાં ચૂંટણી યોજાશે. ત્યારે 18 માર્ચથી ઉમેદવારી પત્રો સ્વિકારવામાં આવશે, જે 23 માર્ચ સુધી સ્વિકારાશે. 24 માર્ચે ઉમેદવારી પત્રો સ્વિકારાશે, 25 માર્ચે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ રહેશે. જ્યારે 8 એપ્રિલે મતદાન કરવામાં આવશે અને 11 એપ્રિલે પરિણામ જાહેર કરવામાં આવશે. ગાંધીનગર સહિત 33 જિલ્લામાં ચૂંટણી યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...