• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ જિ.ના 53 હજાર છાત્રોની કસોટી

આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ જિ.ના 53 હજાર છાત્રોની કસોટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથીબોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડે તેને લઇને તમામ શાળા સંચાલકોને આદેશ કરાયા છે. ત્યારે અગાઉ સમિતિની એક બેઠક બોલાવી હતી. જેમાં ગેરરીતિના બનાવો બને તેની ખાસ તકેદારી રાખવામાં આવે અને વિદ્યાર્થીઓને પરીક્ષાના સમય દરમિયાન હાલાકી વેઠવી પડે તેનુ ધ્યાન રાખવા આદેશ કરાયા છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ધોરણ 10માં 31596 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 15190 અને વિજ્ઞાન પ્રવાહમાં 6176 વિદ્યાર્થી કસોટી પાર ઉપરવા બેસશે. વિદ્યાર્થીઓને સેક્ટર 23 સ્વામિનારાયણ સ્કુલમા ભૂપેન્દ્રસિંહ, આરજી સ્કુલમાં નાનુભાઇ અને સેક્ટર 8 ઝેવિયર્સમાં જયદ્રથસિંહ શુભેચ્છા આપવા સવારે 9 વાગે હાજર રહેશે.

બુધવારથી શરૂ થતી ધો.10 અને 12ની પરીક્ષાના બેઠક વ્યવસ્થા નિહાળી રહેલા વિદ્યાર્થીઓ નજરે પડે છે -કલ્પેશ ભટ્ટ

સે. 23 સ્વામિનારાયણ સ્કુલમા ભૂપેન્દ્રસિંહ, આરજી સ્કુલમાં નાનુભાઇ અને સે. 8 ઝેવિયર્સમાં જયદ્રથસિંહ શુભેચ્છા આપશે

અન્ય સમાચારો પણ છે...