તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • બોરસલ્લી, પારિજાત અને પીપડો સહિતના 50 રોપા છાત્રોએ વાવ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરસલ્લી, પારિજાત અને પીપડો સહિતના 50 રોપા છાત્રોએ વાવ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિવ્યભાસ્કરના દ્વારા શરૂ કરાયેલા ‘એક વૃક્ષ એક જીંદગી’ અભિયાન અંતર્ગત સામાજિક સંસ્થાઓની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓ વૃક્ષારોપણમાં સહભાગી થઇ રહી છે. ત્યારે શનિવારે કડી સર્વ વિદ્યાલય સંચાલિત સેકટર 23 સ્થિત કે બી ફાર્મસી કોલજના એનએસએસ યુનિટ દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જેમાં એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓએ સેવન, બોર સલ્લી, પારીજાત અને પીપડો સહિતના 50 જેટલા વૃક્ષો વાવ્યા હતાં. અભ્યાસની સાથે સાથે જનત કરવાની સાથે કાળજી લેવાની શપથ લીધી હતી.

એનએસએસ યુનિટના દિવ્યેશ શાસ્ત્રી જણાવે છે કે દિવ્યભાસ્કરના ‘એક વૃક્ષ એક જીંદગી’ અભિયાનથી સ્ટુડન્ટ્સ જાગૃત થઇ રહ્યા છે અને વૃક્ષારોપણની સાથે સાથે તેના કાળજી લેતા પણ થયા છે. સમગ્ર જીવ સૃષ્ટ્રીના અસ્તીત્વ માટે વૃક્ષો જરૂરી છે. જો એક વૃક્ષ નાશ પામે તેની સામે 10 વૃક્ષો વાવવા જોઇએ.તે પર્યાવરણ માટે સારૂ છે. હરીયાળી હશે તો પ્રોઝીટીવ વિચારોની સાથે સાથે આંખોને ઠંડક મળશે. કેમ્પસમાં જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ છે, તે આર્યુવેદિક ગુણોથી ભરપૂર છે. તેનાથી આરોગ્ય તંદુરસ્ત રહે છે.

રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો- મુકેશ દોશી : 98252 13097, Mukeshdoshi.db@gmail.com

જ્યારે પણ શક્ય હોય સગવડ અનુસાર એક છોડ ઉગાડો સમાજ માટે આપની વ્યક્તિગત ભાગીદારી હશે.

ગાંધીનગર શહેરમાં આવેલા સેક્ટર-23 કે બી ફાર્મસીના કેમ્પસમાં વિદ્યાર્થીઓ 50 વૃક્ષના રોપા વાવ્યા હતાં. તસવીર- ધાર્મિક ચૌહાણ

કે. બી. ફાર્મસીના સ્ટુડન્ટ્સે વૃક્ષારોપણ કરીને જતનનો સંકલ્પ લીધો

જ્યારે પણ શક્ય હોય સગવડ અનુસાર એક છોડ ઉગાડો સમાજ માટે આપની વ્યક્તિગત ભાગીદારી હશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો