તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સ્ટુડન્ટ્સ કાઉન્સિલના છાત્રાઓ માટે ‘વ્યક્તિત્વ વિકાસ’ સેમિનાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટુડન્ટ્સ કાઉન્સિલના છાત્રાઓ માટે ‘વ્યક્તિત્વ વિકાસ’ સેમિનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અશ્વિનભાઇપટેલ કોમર્સ કોલેજના સ્ટુડન્ટ કાઉન્સિલના વિદ્યાર્થીઓ માટે કોલેજમાં ‘વ્યક્તિત્વ વિકાસ’ સેમિનારનું આયોજન કરાયુ હતું. જેમાં તજજ્ઞ તરીકે જે સી પટેલે વિદ્યાર્થીઓને નેતૃત્વના પાઠ શીખવ્યા હતાં. જેમાં સ્ટુડન્ટસને પર્સનાલીટી ડેવલોપમેન્ટ, શારીરીક ક્ષમતા. માનસિક ક્ષમતા. સારી ટેવ કેળવવી, જ્ઞાન, ચારિત્ર સહિતની માહિતી આપી હતી. સેમિનારમાં ડૉ. રણછોડ રથવી, કોલેજના પ્રિન્સિપાલ ડૉ.વિજ્ઞા ઓઝા, અંજલી પટેલ અને આરતી પટેલ સહિતના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.

સ્ટુડન્ટ્સ કાઉન્સિલના વિદ્યાર્થીઓને ‘વ્યકિતત્વ વિકાસ’ અંગે જે સી પટેલે જણાવ્યુ હતું કે સ્ટુડન્ટ કાઉન્સિલના સભ્યોનો વ્યક્તિત્વ વિકાસ થાય તે ખૂબ જરૂરી છે. તેમનામાં નેતૃત્વ કરવાની સ્કીલ વિકસવી જોઇએ. તે દરેક કોલેજનાં નેતૃત્વ કરતા હોય છે, તેની અસર કોલેજના અન્ય વિદ્યાર્થીઓ પર પડે છે. એક સારા નાગરિક તરીકે વિવિધ પાસાઓ અંગે તેમનો વ્યક્તિત્વ વિકાસ કરવો અનિવાર્ય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો