તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • સ્વતંત્રતા દિવસ : ખાદીના રંગે રંગાયેલી સાંપ્રત યુવા પેઢીમાં ડેનિમ હોટ ફેવરીટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વતંત્રતા દિવસ : ખાદીના રંગે રંગાયેલી સાંપ્રત યુવા પેઢીમાં ડેનિમ હોટ ફેવરીટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશમાં70માં સ્વાતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. સ્વદેશીનો સંદેશો ફેલાવનાર પૂજ્ય ગાંધી બાપુ દ્વારા દરેક વર્ગના લોકોનું ધ્યાન રાખવામાં આવતું હતું. દેશમાં ઉત્યાદન થતી વસ્તુઓ દેશવાસીઓ ખરીદી કરે અને કારીગરો આર્થિક રીતે મજબુત બને. બાપુ દ્વારા વસ્ત્રોમાં ખાદીને વિશેષ સ્થાન આપવામાં આવતું હતું પરંતુ જીન્સ અને ટી શર્ટના આક્રમણ સામે ખાદીના પાયા હલી ગયા હતાં. યુવાનોમાં પોલીસ્ટર કપડા અને જીન્સ વધારે પ્રમાણમાં ફેમસ બન્યા છે. ત્યારે યુવાનો વિદેશી કપડાને તિલાંજલી આપી હવે ખાદીના રંગે રંગાઇ રહ્યા છે. ખાદી ખરીદીને બાપુના સંદેશાને આગળ વધારી રહ્યા છે.

સ્વાતંત્ર સેનાનીઓ અને રાજકીય આગેવાનો સ્વતંત્રતા દિવસે સફેદ કપડા પહેરવાનો આગ્રહ રાખે છે. હવે ગાંધી વિચારો દ્વારા દેશમાં ઉત્પાદન થતી ખાદી ખરીદવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે અને ખાદીના વસ્ત્રો પહેરી રહ્યા છે. વર્ષો પહેલા ખાદીમાં ફક્ત સફેદ કલર જોવા મળતો હતો. પરંતુ઼ સમયની સાથે રંગીન બદલાવ સાથે આજનુ ખાદી બજાર ચાલવા લાગતાં ખાદીના વેચાણમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. 2જી ઓક્ટોબર ગાંધી જયંતિના પર્વ પર યુવાનોમાં ખાદી પ્રેમ જોવા મળી રહ્યો છે. ખાદી વેચાણ કરતાં અનીલભાઇ કહે છે કે છેલ્લા ત્રણ વર્ષથી ખાદીમાં યુવાનોને મનપસંદ આઇટમો બનાવવામાં આવી રહી છે. જેમાં દરેક કલરમાં શર્ટ, ડેનીમ જીન્સ, ખાદીના લેડીઝ ટોપ, ઝભ્ભો અને જીન્સ જેવુ ખાદીનું ડેનીમ કાપડ હોટ ફેવરિટ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો