તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • મૂર્તિ વિસર્જન સમયે નદીમાં પડેલા રીક્ષા ચાલકનો મૃતદેહ મળી આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૂર્તિ વિસર્જન સમયે નદીમાં પડેલા રીક્ષા ચાલકનો મૃતદેહ મળી આવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શુક્રવારનીવહેલી સવારે અમદાવાદનાં અમરાઇ વાડી વિસ્તારમાંથી દશામાની મૂર્તિ વિસર્જન માટે આવેલા ભાવીકોમાંથી એક રીક્ષા ચાલક યુવાન ભાટ પાસેનાં સાબરમતી નદીનાં બ્રિજ પરથી પડી ગયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા સતત શોધખોળ બાદ 30 કલાક બાદ ભાટ ગામ પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. અડાલજ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને મૃતદેહ પરીવારજનોને સોપ્યો હતો.

ગણેશ વિસર્જન તથા અન્ય વ્રતોનાં દિવસોમાં ગાંધીનગર તથા અમદાવાદનાં નાગરીકો મૂર્તિઓનાં વિસર્જન માટે સાબરમતી નદી પર ઉમટી પડે છે. ગત ગુરૂવારે દશામાંનાં 10 દિવસનાં વ્રતો પુરા થતા શુક્રવારે વહેલી સવારે સાબરમતી નદીનાં પટમાં મોટી સંખ્યામાં લોકો મૂર્તિ વિસર્જન માટે ઉમટી પડ્યા હતા. જેમાં અમદાવાદનાં અમરાઇવાડી વિસ્તારનાં રામરાજયનગરમાં રહેતા અને રીક્ષા ચલાવતા 35 વર્ષિય અમિતભાઇ વિઠ્ઠલભાઇ કદમ પોતાનાં પરીવારજનો તથા પડોશીઓને રીક્ષામાં લઇને વહેલી સવારે 4 વાગ્યાનાં અરસામાં ભાટ ગામથી નાના ચિલોડા જતા માર્ગ પર આવેલા સાબરમતી નદીનાં બ્રિજ પર પહોચ્યા હતા. જયાં મોટી સંખ્યામાં મૂર્તિ વિસર્જન કરવા આવેલા લોકો હાજર હતા. વહેલી સવારે અંધારા દરમિયાન અમિતભાઇ બ્રિજનાં બીજા તરફનાં છેડે જવા વચ્ચેની રેલીંગ વચ્ચે ફુટપાથ હોવાનું સમજીને કુદ્યા હતા. પરંતુ આવક-જાવનાં બ્રિજ વચ્ચે આડસ હોવાને બદલે ખુલ્લી જગ્યા છે. અંધારામાં વચ્ચે જગ્યા બંધ હોવાનું સમજીને કુદેલા અમિતભાઇ માથામાં ઇજા સાથે બંને પુલ વચ્ચેથી સાબરમતી નદીનાં પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. શુક્રવારે અમિતભાઇનો કોઇ પતો લાગ્યો નહોતો. દરમિયાન શનિવારે બપોરનાં સુમારે અમિતભાઇનો મૃતદેહ ભાટ પાસેનાં શર્માજીનાં ફાર્મ પાસેથી નદીમાંથી મળી આવતા મૃતદેહ પરીવારજનોને સોપ્યો હતો.

દુર્ઘટના|અમરાઇવાડીનો યુવાન અકસ્માતે નદીમાં પડી ગયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો