તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં મિનિ વેકેશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રાવણમહિનો એટલે ભક્તિની સાથે રજાનો પણ મહિનો કહેવાય છે. વખતે તા. 13મીથી 18મી સુધી સળંગ 6 રજાનો મેળ આવતાં ગાંધીનગરની સરકારી-અર્ધ સરકારી કચેરીઓમાં અત્યારથી મિનિ વેકેશનનો માહોલ જામ્યો છે. કેટલાકે 6 દિવસની મિનિ વેકશનમાં પ્રવાસનું આયોજન કર્યુ છે, તો કેટલાકે ઘરમાં પરિવાર સાથે તહેવાર ઉજવવાનું નક્કી કર્યું છે. તહેવારની મોસમને કારણે ગાંધીનગરની કલેકટર કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા-તાલુકા પંચાયત સહિતની સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં રજાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સોમવારે 70મો સ્વાતંત્ર્ય દિનનો રાષ્ટ્રીય તહેવાર હોવાથી રજા રહેશે, જ્યારે પારસીઓનો નૂતન વર્ષ 17મી હોવાથી 16મી ઓગસ્ટે રજા મુકવી પડે તેમ છે. આમ સળંગ તા.13મીથી 18મી સુધી રજાનો યોગ થઇ રહ્યો છે. 18મીએ રક્ષાબંધન હોવાથી કેટલાક સરકારી કર્મચારીઓ વતનમાં તહેવાર ઉજવવા જતા રહે છે. ત્યારે સળંગ 6 રજાઓનો મેળ હોવાના કારણે સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓ અને નાગરિકોએ શુક્રવાર સાંજે અને શનિવારે સવારથી રજાની તૈયારીઓ કરી દિધી હતી. વેકેશનનો માહોલ હોવાથી પ્રજાકિય કામો અટવાઇ પડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો