તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગરમાં પ્લાસ્ટીકના પ્રતિબંધના કારણે કાપડના રાષ્ટધ્વજનું વેચાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરમાં પ્લાસ્ટીકના પ્રતિબંધના કારણે કાપડના રાષ્ટધ્વજનું વેચાણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશમાં70માં સ્વાતંત્ર્ય દિવસને હવે કલાકો બાકી રહ્યા છે. ત્યારે યુવાનો પોતાના બાઇક ઉપર લગાવી દેશ પ્રેમ વ્યક્ત કરે છે. બજારમાં અત્યાર સુધી પ્લાસ્ટીકના ધ્વજ વેચાતા હતાં. મનપાની પ્લાસ્ટીક વિરોધી ઝુંબેશને લઇને હવે કપડાના ધ્વજ વેચાઇ રહ્યા છે. દેશભરમાં 70માં સ્વતંત્રતા દિવસને મનાવામાં આવશે. સ્વતંત્રતા દિવસની વહેલી સવારે શાળા, કોલેજો અને સરકારી કચેરીઓમાં ધ્વજ વંદન કરાશે. તિરંગાને સલામી આપવામાં આવશે. ત્યારે તિરંગોએ દેશની આન, બાન અને શાન છે. ત્યારે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસો પહેલા પ્લાસ્ટીકના નાના તિરંગા બજારમાં વેચાય છે. રોડ ઉપર ઉભા રહીને વેપારીઓ વેચતા હોય છે. ત્યારે શહેરને પ્લાસ્ટીક મુક્ત બનાવવા મનપા દ્વારા અભિયાન હાથ ધરાયું છે. ત્યારે કપડાના નાના ધ્વજ બજારમાં જોવા મળી રહ્યા છે. શહેરના રોડ રસ્તાઓ ઉપર કપડાના ધ્વજ જોવા મળી રહ્યા છે. ત્યારે નાગરિકો પણ ધ્વજ ખરીદી કરી રહ્યા છે. મનપાએ પ્લાસ્ટીક ઉપર બેન લગાવ્યું છે. પ્લાસ્ટીક વર્ષો સુધી પિગળતુ નથી. જ્યારે રખડતા પશુઓ મોઢામાં નાખતા હોવાથી બિમાર પડે છે. જ્યારે પ્રદુષણ ફેલાવવામાં પ્લાસ્ટીક મોટો ભાગ ભજવે છે. 40 માઇક્રોનથી વધુ જાડાઇ ધરાવતા પ્લાસ્ટીકની થેલીઓનુ વેચાણ કરવુ પણ ગુનો છે. ત્યારે કપડાના નાના ધ્વજ વેચાઇ રહ્યા છે. નાગરિકો અને દેશ પ્રેમીઓ તેની ખરીદી હોંશે હોશે કરી રહ્યા છે.

મનપા દ્વારા શહેરમાં પ્લાસ્ટીક મુક્ત ઝુંબેશને મળ્યો સહયોગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો