તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • પ્રમુખસ્વામીએ અક્ષરધામની ભેટ આપી ગાંધીનગરને વિશ્વમાં જાણીતુ કર્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમુખસ્વામીએ અક્ષરધામની ભેટ આપી ગાંધીનગરને વિશ્વમાં જાણીતુ કર્યુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીએપીએસસંસ્થાનાં વડા અને સ્વામિનારાણ સંપ્રદાયના પૂ. પ્રમુખ સ્વામી મહારાજનું ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરમાં છેલ્લુ આગમન 1 ઓગષ્ટ 2014ના રોજ થયુ હતું. ત્યારે તેઓ 5મી ઓગષ્ટ સુધી ગાંધીનગર ખાતેના મંદિરમાં રોકાયા હતાં. તે પછી પૂ.સ્વામી બાપા 6 ઓગષ્ટે અમેરિકા જવા માટે ગાંધીનગરથી રવાના થયા હતાં. ગાંધીનગર ખાતેનું તેમનું છેલ્લુ સંભારણું હતું. તેને આજે ગાંધીનગર ખાતેના સેંકડો હરિભક્તોએ યાદ કરતા હતાં.

ગાંધીનગરને અક્ષરધામની ભેટ આપી ગાંધીનગર શહેરને વિશ્વમાં જાણીતુ કરનારા પ્રમુખસ્વામી મહારાજનું ગાંધીનગરની ભૂમી ઉપર 1970માં પ્રથમ વખત આગમન પૂ.યોગીજી મહારાજ સાથે થયુ હતું. દરમિયાન યોગીજી મહારાજની શતાબ્દી મહોત્સવ નિમિત્તે 30મી ઓક્ટોબર 1992ના રોજ (લાભપાંચમ) ગાંધીનગર ખાતેનું અક્ષરધામ મંદિર પ્રમુખસ્વામી મહારાજની હાજરીમાં ખુલ્લુ મુકાયુ હતું. એટલે કે તે દિવસે મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. મંદિરના નિર્માણ પાછળ તેમણે અનેક જવાબદારીઓ વહન કરી હતી. ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરના નિર્માણ બાદ ઉત્તર ગુજરાતના લાખો હરિભક્તો માટે ગાંધીનગર એક નજીકનું ધામ પુરવાર થયુ હતું. પ્રમુખસ્વામી મહારાજ ઉત્તર ગુજરાતના લાખો ભક્તોના જીવનમાં પરિવર્તન લાવ્યા હતાં. અમેરિકાનાં ન્યૂજર્સી ખાતે નિર્માણાધીન રોબિન્સવિલે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે પ્રમુખસ્વામી ગાંધીનગરથી રવાના થયા હતાં. પ્રમુખ સ્વામીએ હરિભકતો સમક્ષ દર્શન આપ્યા હતા, તે દિવસ જોગાનુજોગ શનિવાર હતો. તે દિવસે પ્રમુખ સ્વામીની નિશ્રામાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા.

પ્રમુખસ્વામીએ ગાંધીનગરના અક્ષરધામ ખાતે ઉત્તર ગુજરાત સહિત ગાંધીનગરના સેંકડો હરિભક્તોને દર્શન સાથે સત્સંગનો લાભ આપ્યો હતો.

2014 સુધીમાં 40 વખત ગાંધીનગરમાં આગમન

આધારભૂતસૂત્રોના જણાવ્યા અનુસાર પ્રમુખસ્વામી મહારાજ ગાંધીનગર ખાતે અક્ષરધામ મંદિરના નિર્માણ બાદ તેના ઉદઘાટન પ્રસંગે ઓક્ટોબર 1092માં ગાંધીનગર આવ્યા હતાં. ત્યારે તેઓ ઘણાં સમય માટે રોકાયા હતાં. તે પછી છેલ્લે ઓગષ્ટ 2014માં ગાંધીનગર આવ્યા હતાં. આમ 1992થી 2014 સુધીના 22 વર્ષના સમયગાળામાં પ્રમુખસ્વામીનું 40 વખત ગાંધીનગરમાં આગમન થયુ હતું. તેમના આગમન વખતના તમામ પ્રસંગો યાદગાર બની રહ્યાં છે.

સંસ્મરણ| પ્રમુખસ્વામી 2014માં પાંચ દિવસ સુધી ગાંધીનગરમાં રોકાઇને સત્સંગનો લાભ આપ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો