તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે શહેરના ટાઉનહોલથી ભવ્ય ત્રિરંગા યાત્રા નિકળશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશના70મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર ખાતે દેશ ભક્તિનો માહોલ ઉભો કરવા ત્રિરંગાયાત્રા તેમજ ‘યાદ કરો કુરબાની’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪મી ઓગષ્ટે રોજ સાંજે 5.30 વાગ્યે ત્રિરંગા યાત્રાનો આરંભ સેકટર-૧૭ ખાતેના ટાઉનહોલથી થશે. યાત્રામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજય મંત્રી શંકરભાઇ ચૌધરી જોડાશે.

ત્રિરંગા યાત્રામાં સૌથી આગળ પોલીસની ખુલ્લી જીપમાં રાષ્ટ્રધ્વજને રાખવામાં આવશે. રૂટ ઉપર નાગરિકો દ્રારા વિવિધ જગ્યાએ રાષ્ટ્રધ્વજનું સન્માન ફૂલની પાંખડીઓથી કરવામાં આવશે. ક્રાંતિકારીઓ મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહ અને ચંદ્રશેખરની તસ્વીરોથી પોલીસ જીપને સુશોભિત કરાશે. ત્રિરંગા યાત્રાના રૂટ ઉપર ડી.જે દ્વારા દેશભક્તિના ગીતો સતત ગુંજતા રહેશે. રામકથા મેદાન ખાતે સમાપન સમારંભમાં મશાલ પ્રજ્વલિત કરીને મશાલ સમક્ષ નાગરિકો દેશ પ્રત્યે પ્રતિજ્ઞા સમર્પણનો સંકલ્પ લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો