તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • અશ્વિનભાઇ કોમર્સ કોલેજના બે વિદ્યાર્થીઓની નેશનલ કેમ્પમાં પસંદગી

અશ્વિનભાઇ કોમર્સ કોલેજના બે વિદ્યાર્થીઓની નેશનલ કેમ્પમાં પસંદગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
26જાન્યુઆરીએ દિલ્હીમાં લાલ કિલ્લા પર ધ્વજ વંદન સમયે એનએસએસના વિદ્યાર્થીઓની પરેડ યોજાય છે. પરેડમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને અઘરી કસોટીમાંથી પાસ થવુ પડે છે. જે અંતર્ગત વડોદરાની એમ એસ યુનિવર્સિટી ખાતે 7 રાજ્યનો પ્રિ રિપબ્લિકન ડે કેમ્પ યોજાયો હતો. જેમાં વિવિધ રાજ્યોના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેમ્પમાં સેકટર 23 અશ્વિનભાઇ કોમર્સ કોલેજના બે સ્ટુડન્ટ્સને નેશનલ કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યા છે. જે આગામી દિવસોમાં નેશનલ કેમ્પમાં ભાગ લેવા જશે.

પ્રોગ્રામ ઓફિસર રણછોડ રથવીએ જણાવ્યું હતું કે પ્રિ આર ડી કેમ્પમાં યોગ, પરેડ, એકેડેમીક સેસન અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનારની પસંદગી કરવામાં આવે છે. દેશમાં 5 ઝોનમાં પ્રિ આર ડી કેમ્પ યોજવામાં આવે છે. જેમાં વડોદરા ખાતે યોજાયેલા પ્રિ આર ડી કેમ્પમાં વિદ્યાર્થીઓએ દસ દિવસ જુદી-જુદી પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓની તમામ બાબતોને ધ્યાને લઇને પસંદગી કરવામાં આવે છે. જે તમામ પરીક્ષાઓ પાસ કરીને પટેલ કોલેજના એનએસએસના સ્વયં સેવક વિકાસ રાજગોર અને નિલાંજના રાય બે વિદ્યાર્થીઓ 7 રાજ્યોના યોજાયેલા પ્રિ આર ડી કેમ્પમાંથી આગામી દિવસોમાં યોજાનારા નેશનલ કેમ્પ માટે પસંદ થયા છે.

અન્ય સમાચારો પણ છે...