તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ખાધા ખોરાકીનો કેસ લડતા વકીલે અસીલ સાથે પ્રેમલગ્ન કરી લીધાં

ખાધા ખોરાકીનો કેસ લડતા વકીલે અસીલ સાથે પ્રેમલગ્ન કરી લીધાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરનીકોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ લડતા લડતા વકીલને મહિલા અસીલની સાથે સાથે પ્રેમ થઇ ગયો છે. ત્યારે બાળકો અને પત્નિને છોડીને વકીલે પણ મહિલા અસીલ સાથે લગ્ન કરી લીધા છે. ત્યારે અસીલ સાથે લગ્ન કરી લેવાની ઘટનાએ છેલ્લા પાંચ દિવસથી ગાંધીનગરના વકીલ આલમમાં ચર્ચા જગાવી દીધી છે.

વકીલોનુ કામ અસીલોના કેસ લડીને ન્યાય અપાવવાનંુ હોય છે.ત્યારે અનેક પ્રકારના અસીલો પોતાના કેસ લઇને વકીલો પાસે આવતા હોય છે. પોતાના પતિ સાથે નહિ બનતા ગાંધીનગરની અેક યુવતી શહેરમાં વકીલાતની પ્રેક્ટીસ કરતા યુવા એડવોકેટ પાસે ખાધા ખોરાકીનો કેસ લઇને આવી હતી. ગાંધીનગરમાં શહેરમાં રહેતી યુવતીને પોતાના પતિ સાથે વારંવાર અણબનાવ બનતા હતા જેના કારણે યુવતી પતિને છોડીને માતા-પિતા પાસે ગાંધીનગરમાં રહેવા આવી ગઇ હતી. અને પતિ પાસેથી ખાધા ખોરાકી પેટે આર્થિક સહાય મેળવવા માટે ગાંધીનગરમાં રહેતા એક યુવા એડવોકેટનો સંપર્ક સાધ્યો હતો. તો વકીલે પણ કેસમાં ન્યાય અપાવવાની ખાતરી આપીને કેસને ફેમિલી કોર્ટમાં દાખલ કર્યો હતો. જેમ જેમ કેસની મુદતો પડતી ગઇ તેમ તેમ અસીલ યુવતી અને એડવોકેટ એકબીજીના પરિચયમાં આવતા ગયા.અને છેલ્લા બે વર્ષથી અસીલનો કેસ લડતા લડતા વકીલને મહિલા અસીલ સાથે આંખ મળી ગઇ.બીજી તરફ વકીલ પોતે પણ પરણીત હોવા છતાં પ્રેમમાં પાગલ બનીને પોતાની પત્ની અને પુત્રને છોડીને વકીલે અસીલ યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લીધા. ખોરાકી અપાવવાનો કેસ લડી રહેલા વકીલે યુવતી સાથે લગ્ન કરીને રોટલો પુરો પાડ્યો છે. બનાવે વકીલ આલમમાં ચર્ચા જગાવી છે.

પત્ની અને બાળકોને છોડી વકીલ પ્રેમિકા સાથે અલગ રહેવા ગયા

અન્ય સમાચારો પણ છે...