તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ઝુંડાલ બસ સ્ટેન્ડ પાસે હિટ એન્ડ રનમાં ત્રાગડનાં આધેડનું મોત

ઝુંડાલ બસ સ્ટેન્ડ પાસે હિટ એન્ડ રનમાં ત્રાગડનાં આધેડનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લાનાં ગાંધીનગર અમદાવાદ હાઇ-વે પર હિટ એન્ડ રનનાં બનાવો પ્રતિદીન વધી રહ્યા છે. ગત દિવસોમાં અમદાવાદનાં એક જમાદારનાં મોતની ઘટના બાદ ઝુંડાલ ગામનાં બસ સ્ટેન્ડ સામે શુક્રવારેની રાત્રે માર્ગ ઓળંગી રહેલા અમદાવાદનાં ત્રાગડ વિસ્તારનાં એક આધેડને અજાણ્યા વાહને ટકકર મારતા ઘટના સ્થળે મોત થયુ હતુ.

ઝુંડાલ બસ સ્ટેન્ડ સામે અજાણ્યા વાહનની અડફેટે અજાણ્યા વૃધ્ધનું મોત થયાની જાણ અડાલજ પોલીસ સ્ટેશને થતા જમાદાર મુળજીભાઇ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે વૃધ્ધની ઓળખ મેળવવા પ્રયાસ કરતા અમદાવાદનાં ત્રાગડ વિસ્તારની કદમ સોસાયટીમાં રહેતા બાબુજી અમથાજી ઠાકોર(ઉ.વ.65) હોવાનું જાણવા મળ્યુ હતુ. બાબુજીનાં મોતની જાણ તેમનાં ઘરે કરતા બાબુજીનાં પુત્ર સુરેશભાઇ દોડી આવ્યા હતા. પોલીસે સુરેશભાઇની પુછપરછ કરતા બાબુભાઇ બપોરનાં સુમારે ઝુંડાલ ગામે કામથી જવાનું કહીને નિકળ્યા હોવાનું જણાવ્યુ હતુ. બાબુભાઇ પાનનો ગલ્લો ચલાવતા હતા જયારે પુત્ર સુરેશ સિક્યુરીટી તરીકે સ્થાનિક કંપનીમાં ફરજ બજાવી છે. હિટ એન્ડ રનનાં બનાવમાં બાબુજીને ટક્કર મારનાર વાહન ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે. બાબુજીનાં પુત્ર સુરેશભાઇની અજાણ્યા વાહન ચાલક સામેની ફરીયાદ લઇને તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...