તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનધન ખાતુ ખોલવા માટે લોકોનો ધસારો : 400 ખાતાની કાર્યવાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મજૂર અને કારીગર વર્ગના લોકોના બેંક એકાઉન્ટ (જનધન ખાતુ) ખોલવા માટે ગાંધીનગરમાં 3 સ્થળો ઉપર કેમ્પ યોજવામાં આવ્યા હતાં. તેમાં 400થી વધુ લોકોએ રસ દાખવી ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ખાતાનું ઓપનિંગ સોમવારથી થશે. ઝુંબેશ રવિવારે પણ સવારે 11થી 3 દરમિયાન ચાલુ રાખવામાં આવશે.

અંગે જિલ્લાની દેના લીડ બેંકના મેનેજર અતુલસિંહ જેતાવતે જણાવ્યું કે ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ દેના બેંક દ્વારા લોકોના નવા બેંક એકાઉન્ટ ખોલવા માટે ગાંધીનગરના સેક્ટર-7,21 અને 24માં ખાસ કેમ્પનું આયોજન કરાયુ હતું. તેમાં અનેક લોકોએ રસ દાખવ્યો હતો. તેના કારણે 400 નવા ખાતા ખોલવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. કારીગર અને મજુર વર્ગના લોકો વધુ રસ દાખવે તે માટે દેના બેંકના ઝોનલ મેનેજર ચિત્રા કિર્તીવાસને ત્રણેય કેમ્પની મુલાકાત લઇ ખાતા ખોલાવવા માટે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.

રવિવારે પણ ખાતુ ખોલવા કેમ્પ ચાલુ રખાશે

તા-27મીનેરવિવારે પણ સેક્ટર-7માં આવેલી દેના ગુજરાત ગ્રામીણ બેંક, સેક્ટર-21 અને 27ની શાકમાર્કેટ અને ત્રણ તાલુકા મથકો ઉપર સવારે 11થી કેમ્પ શરૂ થશે. જે 3 વાગ્યા સુધી ચાલુ રહેશે. જીઆઇડીસીઓમાં કામ કરતા મંજૂરો અને કામદારો પોતાના એકાઉન્ટ નજીકની બેંકમાં બચત ખાતા ખોલાવી શકશે. તે ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં, તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષાએ પણ જનધન યોજના અંતર્ગત ઝીરો બેલેન્સે બચત ખાતું ખોલાવવા માટેની પણ બેંક અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમવારથી આયોજન કરાયુ છે.

બચતખાતા માટે કયા કયા પુરાવા જોઇશે

જનઘનયોજના અંતર્ગત બેંક ખાતા ખોલવા માટે ફોટો આઇ ડી કાર્ડ જેવા કે, ચૂંટણીકાર્ડ, આધારા કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, રહેઠાણ પુરાવામાં લાઇટ બિલ, ટેલીફોન બિલ, ગેસ બિલ, અને રેશનકાર્ડમાંથી કોઇપણ એક પુરાવો માન્ય રહેશે. તેમજ એક પાસપોર્ટ સાઈઝનો ફોટાની પણ ખાસ જરૂરિયાત રહેશે.

અન્ય સમાચારો પણ છે...