તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિલોડામાં 75 હજારના ખર્ચે LED લાઇટ નંખાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્માર્ટસિટીની સાથે સાથે ગામ પણ સ્માર્ટ બની રહ્યા છે. એલઇડી લાઇટ, વાઇ-ફાઇની સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને મળી રહી છે. ગાંધીનગર પાસે આવેલું ચિલોડા ગામ હવે સ્માર્ટ બનવા જઇ રહ્યું છે. ચિલોડામાં 75 હજારના ખર્ચે એલઇડી લાઇટ લગાવવામાં આવનાર છે. તેના માટે ભારતીય જીવન વિમા નિગમ દ્વારા મોટા ચિલોડાના સરપંચ સવાજી ઠાકોરને ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

ગામના સરપંચે ‘વિમા ગ્રામ’ યોજના હેઠળ મળેલા ચેક અંગે જણાવ્યું હતું કે ગામમાં વિકાસ થાય તે માટે વિવિધ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. જેમાં ભારતીય જીવન વિમા નિગમ દ્વારા વિમા ગ્રામ યોજના હેઠળ 75 હજારનો ચેક આપવામાં આવ્યો છે. નાણાંનો ગામના વિકાસમાં ઉપયોગ કરવા માટે કમિટીના સભ્યો સાથે મળીને બેઠકમાં નિર્ણય લેવાશે. ગામમાં 100 જેટલી એલઇડી લાઇટ લગાડવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ચેક વિતરણ કાર્યક્રમમાં નિગમના વિકાસ અધિકારી મનોજભાઇ પાત્રા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અરવિંદસિહ સોલંકી અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

ગામના વીજ બિલમાં બચત માટે100થી વધારે એલઇડી લાઇટ નંખાશે : સરપંચ

અન્ય સમાચારો પણ છે...