તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંભોઇ -કાંકણોલ પાસેથી 13.73 લાખનો દારૂ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર-ગાંભોઇ નેશનલ હાઇવે પર ગાંભોઇ અને કાંકણોલ નજીકથી શુક્રવારે રાત્રે આર.આર.સેલ ગાંધીનગર, સાબરકાંઠા પોલીસે કુલ રૂ. 13.73 લાખના દારૂ અને કન્ટેનર મળી કુલ રૂ. 31.75 લાખના મુદ્દામાલ સાથે 4 શખસોને ઝડપી પાડયા હતા.

ગાંભોઇ પોલીસની ટીમ આર.આર.સેલ ગાંધીનગર સાથે હમીરગઢ નજીક વાહન ચેકીંગમાં હતા, તે દરમિયાન નીકળેલા કન્ટેનરને ઊભું રખાવી તલાશી લેતાં તેમાં મૂકેલા લોખંડના પટારા ખોલીને જોતાં તેમાંથી કુલ બોટલ નંગ 3295 કિ.રૂ. 3,29,500નો દારૂ મળી આવતાં સલાઉદીન યાસીન મેવ (રહે. બીવાન ભુસલીયા, હરિયાણા) અને જમશેદ બીરચર મેવ (રહે. રાયબદા, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો અમદાવાદ રીંગ રોડ સુધી પહોંચાડવાનો હતો.

બીજા બનાવમાં હિંમતનગરના કાંકણોલ ગામની સીમમાં ડીવીઝન પીઆઇ અને સ્ટાફ સહિત વોચમાં હતા ત્યારે કન્ટેનરમાં ઘરવખરીના જૂના ભંગાર સામાનની આડશમાં સંતાડીને લવાતો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. અખ્તરહુસેન ચંદરખા મેવ (રહે. જાંજોર, અલવર, રાજસ્થાન) તથા તસીરખાન નુરમહંમદ મેવ (રહે. બીવા તા.ફીરદજપુર, હરિયાણા)ની ધરપકડ કરી દારૂના બોટલ-ટીન નં. 8964 કિ.રૂ. 10,44,000નો જથ્થો જપ્ત કરાયો હતો. મામલે ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફારૂક મેવ (રહે દોરખી, તા. પુનહાણા, હરિયાણા) સહિત ત્રણ જણા વિરુદ્ધ હિંમતનગર ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...