તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ચિલોડા દબાણો મુદ્દે કલેક્ટર બોલ્યા નડતરરૂપ દબાણોને પણ હટાવાશે

ચિલોડા દબાણો મુદ્દે કલેક્ટર બોલ્યા નડતરરૂપ દબાણોને પણ હટાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરનાંચિલોડા સર્કલે કલેકટર કચેરીની દબાણ ટીમ દ્વારા ગેરકાયદે સરકારી જમીન પર ઉભુ થયેલુ શોપીંગ તોડી પડાયા બાદ અન્ય દબાણો સામે ક્યારે પગલા લેવાશે તેવો સવાલ લોકોએ કર્યો હતો અને વિસ્તારમાં આવેલા તમામ દબાણો દુર કરવાની માંગ ઉઠવા પામી હતી. જિલ્લા કલેકટરે શનિવારે અંગે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે કોઇ પણ ગેરકાયદે દબાણ ચલાવી લેવામાં નહી આવે. તમામ સામે કાર્યવાહી થશે. જેમાં રસ્તાની આસપાસનાં નડતરરૂપ દબાણોને દુર કરવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારે ચિલોડાનાં અન્ય દબાણો ક્યારે દુર થાય તેની સ્થાનિકો રાહ જોઇ રહ્યા છે.

ગાંધીનગરનાં મોટા ચિલોડા સર્કલની આસપાસ ગામતળની જમીન, સીમતળની જમીન, હાઇ-વે ઓથોરીટી તથા ગુડાની ટીપીની સરકારી જમીન છે. ગુડા તથા હાઇ-વે ઓથોરીટી આવ્યા પહેલાથી જમીન પર કાચા દબાણો ખડકાયેલા હતા અને નવા ખડકાતા ગયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા દિશામાં કોઇ કડક કાર્યવાહી કરવામાં આવતા કાચા દબાણો ધીમે ધીમે પાકા બનતા ગયા હતા. તંત્રની રહેમ નજરથી આવા પાકા દબાણોને વિજ મીટર પણ આવી દેવાયા અને નિર્માણ થયેલા બિલ્ડીંગો તથા ધાર્મિક સંસ્થાનાં મકાનો કાયદેસર છે કે ગેરકાયદેસર તે પ્રથમ નજરે ઓળખવા મુશ્કેલ બન્યા છે. પરંતુ તંત્ર તમામ બાબતથી પુરી રીતે વાકેફ છે. ત્યારે ચિલોડા સર્કલે પેટ્રોલપંપ પાસે સરકારી જમીન પર બનેલુ બે માળીયુ શોપીંગ કલેકટર કચેરીની દબાણ ટીમ દ્વારા બે દિવસની કામગીરી કરીને ધરાશયી કરી નાંખવામાં આવ્યુ છે. જેની સાથે ચિલોડામાં જળમુળથી ચોટી ગયેલા અન્ય પાકા દબાણો સામે કાર્યવાહી ક્યારે કરાશે તેવો પ્રશ્ન લોકોએ કર્યો હતો. દબાણ હટાવવા આવેલા નાયબ મામલતદારે તેનાં જવાબમાં હાલ એક દબાણ દુર કરવાનો આદેશ થયાનું જણાવ્યુ હતુ. જેને લઇને લોકોમાં અનેક શંકા-કુશંકાઓ જન્મી હતી અને તમામ દબાણો દુર કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

નાગરીકોની માંગ તથા સવાલો અંગે જિલ્લા કલેકટર સતીષભાઇ પટેલ સાથે વાતચિત કરતા તેમણે જણાવ્યુ હતુ કે સરકારી જમીન પર ગેરકાયદે ઉભા થયેલા તમામ દબાણો ગંભીર બાબત છે. તમામ સામે કાર્યવાહી થશે અને આવા દબાણો હટાવવામાં આવશે. પરંતુ હાલ જે રસ્તાની આસપાસ, જાહેર સ્થળોની આસપાસ નડતરરૂપ દબાણો છે તેની સામે કામગીરી ચાલુ કરાઇ છે. નડતરરૂપ દબાણોને દુર કરવાની પ્રાથમિકતા છે.

ગ્રામ પંચાયત દ્વારા 15થી વધુ નોટીસો અપાઇ

ચિલોડાગ્રામ પંચાયતનાં સુત્રોના જણાવ્યા અનુસાર તલાટી દ્વારા તાજેતરમાં 15 જેટલા દબાણકારોને નોટીસો આપવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે નોટીસો માર્ગની આસપાસ નડતરરૂપ બાંધકામોને લઇને આપી છે. જેના પગલે હવે આવા રોડ તથા જાહેર વિસ્તારનાં નડતરરૂપ દબાણો તુટે તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...