તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સમાજસુરક્ષાની જવાબદારી સંભાળતા રાજયનાં પોલીસ જવાનો તથા હથીયાર પોલીસ

સમાજસુરક્ષાની જવાબદારી સંભાળતા રાજયનાં પોલીસ જવાનો તથા હથીયાર પોલીસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમાજસુરક્ષાની જવાબદારી સંભાળતા રાજયનાં પોલીસ જવાનો તથા હથીયાર પોલીસ એસઆરપી જવાનોનાં સ્પોર્ટસમેન સ્પીરીટને પ્રોત્સાહન આપવા રાજય પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે ડીજી એથ્લેટીક કપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. રાજયકક્ષાનાં પોલીસ રમતોત્સવનું શનિવારે ગાંધીનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રંગારંગ ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.

એસઆરપી બેન્ડની ધુન તથા આતશબાજીની રોશની વચ્ચે ગાંધીનગર રેન્જ આઇજી આર જી બ્રહ્મભટ્ટ તથા ગાંધીનગર જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવનાં હસ્તે પોલીસ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. જેમાં પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેલાડી હાજર જોવા મળ્યા હતા. જિલ્લા પોલીસ વડા કચેરીનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર તા 26થી 28 નવેમ્બર સુધી 3 દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં રાજયની 8 રેન્જની પોલીસ જવાનોની ટીમો તથા એસઆરપીની ટીમો અને વ્યક્તિગત ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. સેકટર 15 સ્થિત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડીયા(સાઇ)નાં ગ્રાઉન્ડમાં શનિવારે વિવિધ એથ્લેટીક સ્પર્ધાઓ સાથે ટુર્નામેન્ટની શરૂઆત થઇ હતી. જેમાં દોડ, ગોળાફેક, હાઇ જમ્પ, લોન્ગ જપ્મ સહિતની એથ્લેટીંક સ્પર્ધાઓ યોજાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...