શિક્ષકોના પ્રશ્નોનુ નિરાકરણ નહિ આવે તો મુંડન કરાવશે

ગાંધીનગર | ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની તાજેતરમાં અમદાવાદમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં સહાયક...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:51 AM
શિક્ષકોના પ્રશ્નોનુ નિરાકરણ નહિ આવે તો મુંડન કરાવશે
ગાંધીનગર | ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની તાજેતરમાં અમદાવાદમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં સહાયક શિક્ષક અને સરકારી શિક્ષકના પગારમાં પાડવામાં આવેલા ભેદભાવ અને વિવિધ પ્રશ્નોને મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરવામાં આવ્યા હતા. પરંતુ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ત્યારે મહામંડળના પ્રમુખ પંકજભાઇ પટેલે કહ્યુ કે, 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ પહેલા શિક્ષકોના પ્રશ્નોનુ નિરાકરણ નહિ લાવવામાં આવે તો મહેસાણા, સુરત, વડોદરા અને રાજકોટ કલેક્ટરને આવેદન આપવામાં આવશે. જ્યારે કલેક્ટર કચેરી કે ડીઇઓ કચેરીએ ધરણા યોજી મુંડન કરાવી વિરોધ પ્રદર્શિત કરાશે.

X
શિક્ષકોના પ્રશ્નોનુ નિરાકરણ નહિ આવે તો મુંડન કરાવશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App