Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને આદેશ ફરમાવ્યા બાદ ગાંધીનગરમાં તંત્ર હરકતમાં આવ્યું

મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને આદેશ ફરમાવ્યા બાદ ગાંધીનગરમાં તંત્ર હરકતમાં આવ્યું

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:51 AM

હાઇકોર્ટના પરચાની અસર તુરંત પોલીસ કાર્યવાહી માટે વધુ ત્રણ ટોઇંગવાન ભાડે લેવામાં આવશે

 • મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને આદેશ ફરમાવ્યા બાદ ગાંધીનગરમાં તંત્ર હરકતમાં આવ્યું

  કલોલ, દહેગામ, માણસામાં પણ કાર્યવાહીની તૈયારી

  દરમિયાન લારી ગલ્લાના સ્થાને મોડીફાઇડ વાહનો મુકવામાં આવતા પોલીસ અને દબાણ ટીમે આવા 90 ફોર અને થ્રી વ્હિલ વાહન ઓળખી કાઢ્યા છે. હવે તેની સામે આરટીઓના કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવનાર છે. બે દિવસ પહેલા કલેક્ટર દ્વારા તમામ સ્થાનિક તંત્રના અધિકારીઓની વિશેષ બેઠક આ મુદ્દે બોલાવી હતી. તેમાં જિલ્લા તંત્ર, મહાપાલિકા, ફાયર બ્રિગેડ, વન વિભાગ, ગુડા, પાટનગર યોજના વિભાગ સહિતના અધિકારી ઉપસ્થિતિ રહ્યા હતા અને તમામ શહેરી વિસ્તારોમાં મતલબ કે ગાંધીનગર ઉપરાંત કલોલ, દહેગામ અને માણસામાં પણ દબાણ અને પાર્કિંગ મુદ્દે કાર્યવાહી કરવા નિર્ણય લેવા સાથે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે.

  આડેધડ પાર્ક કરેલા વાહનો ઉઠાવી લેવા મનપાનો 2 ટોઇંગવાન ખરીદવા નિર્ણય

  ગાંધીનગરમાં પણ અમદાવાદવાળી : ગેરકાયદેસર દબાણોનો સફાયો

  મહાપાલિકાની દબાણ ટીમે સેક્ટર 21ના શોપિંગ સેન્ટરમાં વેપારીઓ દ્વારા કરાયેલા દબાણો તોડી પાડ્યા હતા. તસવીર-કલ્પેશ ભટ્ટ

  માર્ગ પર પાર્ક વાહનો ટોંઇગની કાર્યવાહીથી નાગરીકોમાં ફફડાટ

  શહેરનાં રહેણાંક વિસ્તારોમાં દવાખાનાથી માંડીને ટ્યુશન કલાસીસ, મેડીકલો, દુધ પાર્લરો સહિતની કોમર્શીયલ પ્રવૃતિઓ જાહેર માર્ગોની આસપાસ ચાલી રહી છે. આવી જગ્યાઓ પર બેફામ વાહન પાર્કિંગ થાય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા તથા અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસે ગુરૂવારે સેકટર 6નાં કોર્નર પર અચાનક વાહનોનું ટોઇંગ શરૂ કરતા વાહન ચાલકોમાં ભાગદોડ મચી ગઇ હતી. પોલીસ દ્રારા શહેરનાં તમામ વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવશે.

  દબાણ હટાવવા સ્થાયી સમિતિની લીલીઝંડી

  શુક્રવારે કલેક્ટરે બોલાવેલી સંકલનની બેઠકમાં નક્કી થયા પ્રમાણે ગેરકાયદે બાંધકામ સહિતના દબાણ હટાવવાની ઝુંબેશને વધુ સંગીન બનાવાશે. સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલે કહ્યું કે આ કાર્યવાહીમાં મહાપાલિકાની જે ભૂમિકા નક્કી કરાઇ છે, તે પ્રમાણે કાર્યવાહી કરાશે અને પાર્કિંગની સમસ્યા નિવારવા માટે વાહનો ઉઠાવવા રૂપિયા 3 ટોઇંગવાન રૂપિયા 11, 400ના પ્રતિદિનના ભાડાથી 10 દિવસ માટે મેળવી લેવાશે.

  ઢોર નિયંત્રણ માટે બીજુ પાંજરાવાન ખરીદાશે

  સ્થાયી સમિતિની બેઠકમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહીની સમિક્ષાના અંતે ઢોર નિયંત્રણની કામગીરી કરવામાં પીંજરાવાળુ વાહન એક જ હોવાથી કામગીરી ધીમી ચાલતી હોવાની વાતનો સ્વીકાર સાથે વધુ એક પીંજરાવાન ખરીદવાનો ઠરાવ કરાયો.

  પહેલુ સાચવી ન શક્યા, બીજુ ટ્રી ટ્રીમિંગ મશીન વસાવાશે

  શહેરમાં હરિયાળી જળવાઇ રહે તે જરૂરી છે. પરંતુ સુકાઇ ગયેલા વૃક્ષો દુર કરવા અને રોડ પર યોગ્ય વિઝન મળે તેના માટે વૃક્ષોના ટ્રીમિંગ કરવા માટે અગાઉ વસાવવામાં આવેલુ ટ્રી ટ્રીમિંગ મશીન હવે ડચકા ખાતું હોવાથી નવુ મશીન ખરીદાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ