• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Gandhinagar
  • ખાત્રજની પેકેજીંગ કંપનીની બારીનાં સળિયા કાપી 1.34 લાખનાં કોપરની ચોરી

ખાત્રજની પેકેજીંગ કંપનીની બારીનાં સળિયા કાપી 1.34 લાખનાં કોપરની ચોરી

તસ્કરો 335 કિલો વાયરનાં 8 નાના તથા 4 મોટા બંડલ ઉઠાવી ગયા, પોલીસની તપાસ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:51 AM
ખાત્રજની પેકેજીંગ કંપનીની બારીનાં સળિયા કાપી 1.34 લાખનાં કોપરની ચોરી
કલોલ તાલુકામાં છત્રાલ તથા ખાત્રજનાં ઔદ્યોગીક વિસ્તારની કંપનીઓમાં નાની મોટી ચોરીઓ તથા ગોડાઉનમાંથી કિંમતની માલ ચોરાઇ જવાનાં કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે ખાત્રજ પાસે કારોલીની સીમમાં આવેલી ક્રિષ્ના પેકેજીંગ નામનાં કંપનીનાં સ્ટોરરૂપની બારીનાં સળીયા કાપીને ઓફિસમાં ઘુસેલા તસ્કરો રૂ.1.34 લાખની કિંમતનો 335 કિલો કોપરનો વાયર ચોરી ગયાની ઘટના સામે આવી છે. સાંતેજ પોલીસે કંપની માલિકની ફરીયાદ નોંધીને આ દિશામાં તપાસ હાથ ધરી છે.

કલોલનાં ખાત્રજથી ભીમાસણ જતા માર્ગ પર કારોલી ગામની સીમમાં પ્લોટ નં એ-1માં ક્રિષ્ના પેકેજીંગ નામે કંપની ધરાવતા અને ઘાટલોડીયાનાં સુર્યોદય કોમ્પલેક્ષમાં રહેતા વિષ્ણુભાઇ જયંતીભાઇ પટેલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં કંપનીમાંથી કોપર ચોરીની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદ પ્રમાણે તેમની ક્રિષ્ના પેકેજીંગ કંપનીમાં તેલ ભરવાનાં ડબ્બાનું પ્રોડકશન થાય છે.

ગત તા 7મી ઓગષ્ટે રાત્રે આઠેક વાગ્યાનાં અરસામાં વિષ્ણુભાઇ તથા તેમનો ભત્રિજા પ્રકાશભાઇ પટેલ કંપનીનું પ્રોડકશન બંધ થતા મુખ્ય દરવાજાને લોક મારીને ઘરે જવા નિકળી ગયા હતા. જયારે કારીગરો પણ કામ પુર્ણ થતા કંપની ઉપર બનાવેલા રૂમમાં જતા રહ્યા હતા. વિષ્ણુભાઇ બિજા દિવસે સવારે કંપની પર આવ્યા અને મુખ્ય દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો તો કંપનીની ઓફિસનાં એલ્યુમીનીયમ સેકશનનાં દરવાજાનું લોક તુટેલુ અને દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. ઓફિસમાં તપાસ કરતા કેટલાક કોપરનાં વાયરનાં બંડલ ગાયબ હતા. ચોરી થયાનું લાગતા કંપનીમાં તપાસ કરતા પાછળનાં ભાગે આવેલ સ્ટોરરૂમની બારીનાં સળીયા પણ કપાયેલા હતા. જયાંથી તસ્કરો ઘુસ્યા હોવાનું લાગ્યા હતુ. આસપાસનાં ભંગારનાં ગોડાઉનમાં પણ તપાસ કરાવવા છતા કોઇ પત્તો લાગ્યો નથી. આખરે 8 નાના બંડલ તથા 4 મોટા બંડલ મળીને કુલ રૂ.1,34,000ની કિંમતનો 335 કીલો કોપર વાયર ચોરાઇ ગયો હોવાની ફરીયાદ સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.

મોટી ભોયણનાં 4 શખ્સોની ધરપકડ

વિષ્ણુભાઇની ફરીયાદનાં આધારે સાંતેજ પીએસઆઇ વી એ શેખની ટીમે તપાસ હાથ ધરી હતી. અપોકો સંજયકુમારને મળેલી બાતમીનાં આધારે આ ગુનામાં સંડોવાયેલા મંજેશજી કનુજી ઠાકોર, અશોકજી કાનાજી ઠાકોર, મહેન્દ્રજી ઉર્ફે મંગાજી અરજણજી ઠાકોર તથા મહેન્દ્ર ઉર્ફે જાડો વિક્રમજી ઠાકોર (તમામ રહે મોટી ભોયણ, ઉંડોવાસ)ને ચોરીનાં સંપુર્ણ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

X
ખાત્રજની પેકેજીંગ કંપનીની બારીનાં સળિયા કાપી 1.34 લાખનાં કોપરની ચોરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App