કચરા પેટીમાંથી બાયો મેડિકલ વેસ્ટ મળતા ક્લિનિકને નોટિસ

મહાપાલિકાને ફરિયાદ મળવાના પગલે કાર્યવાહી શરૂ કરાઇ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:51 AM
કચરા પેટીમાંથી બાયો મેડિકલ વેસ્ટ મળતા ક્લિનિકને નોટિસ
કોઇપણ પ્રકારના કચરાના વૈજ્ઞાનિક ઢબના આખરી નિકાલ માટે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા અપાયેલા આદેશાત્મક માર્ગદર્શન પ્રમાણેની વ્યવસ્થા મહાપાલિકા તંત્ર ગોઠવી શક્યુ નથી. ત્યારે સેક્ટર 16માં કચરા પેટી પાસે ફેંકી દેવાયેલા મેડિકલ વેસ્ટ સંબંધે મળેલી ફરિયાદના પગલે સ્થળ તપાસ કરીને મેડિકલ ઓફિસર દ્વારા નજીકમાં આવેલા ઇલા નર્સિંગ હોમને કાયદેસરની કાર્યવાહી માટે નોટિસ ફટકારવામાં આવી છે. મેડિકલ વેસ્ટનો આ પ્રકારે નિકાલ કરવામાં આવે તેનાથી જાહેર આરોગ્ય પર મોટો ખતરો ઉભો થતો હોવાથી તેના નિકાલના ચોક્કસ નિયમો ઘડવામાં આવ્યા છે.

મહાપાલિકા વિસ્તારમાં દરેક ક્લીનીક અને હોસ્પિટલ માટે બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટેની નીતિ અમલમાં મુકવામાં આવી હોવા છતાં સમયાંતરે ખાનગી તબિબો દ્વારા મનફાવે તેમ આવો જાહેર આરોગ્યને નુક્શાન કરે તેવો મેડિકલ વેસ્ટ ફેંકી દેવામાં આવે છે. સેક્ટર 16માં આવો કિસ્સામાં ફરિયાદ મળતા મહાપાલિકાના મેડિકલ ઓફિસર ડૉ. કલ્પેશ ગોસ્વામી સહિતના સ્ટાફે સ્થળ તપાસ કરી હતી. જેમાં મેડિકલ વેસ્ટ ડૉ. પ્રકાશ જોશીના ઇલા નર્સિંગ હોમ દ્વારા ફેંકવામાં આવ્યો હોવાનું જાણવા મળતા આ નર્સિંગ હોમને નોટિસ ફટકારવામાં આવી છે. મેડિકલ ઓફિસરે જણાવ્યું કે બાયો મેડિકલ વેસ્ટનો આ રીતે નિકાલ કરી શકાતો નથી અને કાયદાની ભાષામાં તેમ કરવાથી ગુનો બને છે. બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે નિયમો બનાવવામાં આવ્યા છે.

X
કચરા પેટીમાંથી બાયો મેડિકલ વેસ્ટ મળતા ક્લિનિકને નોટિસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App