ચિલોડા સર્કલે 6 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા

ગાંધીનગર : ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એલ ડી વાઘેલા સ્ટાફ સાથે બુધવારે રાત્રે ચિલોડા સર્કલે વાહન ચેકીંગમાં હતા....

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:51 AM
ચિલોડા સર્કલે 6 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા
ગાંધીનગર : ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એલ ડી વાઘેલા સ્ટાફ સાથે બુધવારે રાત્રે ચિલોડા સર્કલે વાહન ચેકીંગમાં હતા. ત્યારે હિંમતનગર તરફથી આવતી ઇકો વાન શંકાસ્પદ લાગતા તેમાં પોલીસે તપાસ કરતા 7માંથી ડ્રાઇવર સહિતનાં 6 શખ્સો પીધેલા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેના પગલે ડ્રાઇવર નિલેશ પ્રજાપતિ તથા હિમાંશુ ખમાર, દિનેશ તવર (રાજપૂત), હિતેષ પટેલ, દિપક મકવાણા તથા વિશાલ મોદી (તમામ રહે મણીનગર, અમદાવાદ)ની ધરપકડ કરી હતી. આ શખ્સો રાજસ્થાન બોર્ડરથી દારૂ પીને આવતા હોવાનું પોલીસની પુછપરછમાં જાણવા મળ્યુ હતું.

X
ચિલોડા સર્કલે 6 શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App