કારમાંથી દારૂની બોટલ સાથે 3 ઝબ્બે

કારમાંથી દારૂની બોટલ સાથે 3 ઝબ્બે

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:51 AM IST
ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ એમ આર પટેલ તેમની ટીમનાં જવાનો સાથે બુધવારે રાત્રે રાયસણ પીડીપીયુ ચોકડી પર વાહન ચેકીંગમાં હતા ત્યારે એક અલ્ટો કારને રોકાવીને અંદર બેઠેલા 3 શખ્સોની પુછપરછ કરતા ગાંધીનગર રહેવાસી હોવાનું તથા ટીફીન પહોચાડવાનું કામ કરતા હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે કારમાં તપાસ કરતા પાછળની સીટનાં ખાનામાંથી ઓફિસર ચોઇસ વ્હીસ્કીની 700 એમએલની બોટલ મળી આવી હતી. જેના પગલે ભાવીક રમેશભાઇ ચૌધરી, મનુ ભગવાનભાઇ ચૌધરી (બંને રહે 27, રાયસણ. તા.ગાંધીનગર, વતન વાસણા, તા વિસનગર) તથા અશ્વીન મગનભાઇ ચૌધરી (રહે ગોકળગામ, તા જી મહેસાણા)ની અટકાયત કરી હતી.

X
કારમાંથી દારૂની બોટલ સાથે 3 ઝબ્બે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી