• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Gandhinagar
  • Gandhinagar - સેક્ટરની બહાર ઇન્ફોસિટી માર્ગને સિક્સ લેન કરવાનો નિર્ણય લેવાયો

સેક્ટરની બહાર ઇન્ફોસિટી માર્ગને સિક્સ લેન કરવાનો નિર્ણય લેવાયો

આયોજન |વરસાદ રોકાતા વિવિધ માર્ગોને સંગીન કરવા તૈયારી શરૂ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:50 AM
Gandhinagar - સેક્ટરની બહાર ઇન્ફોસિટી માર્ગને સિક્સ લેન કરવાનો નિર્ણય લેવાયો
વસતી અને વાહનોની સંખ્યા પાટનગરમાં વધતા જાય છે. ત્યારે પાટનગર યોજના વિભાગ દ્વારા સેક્ટરોની બહારના ધમધમતા થઇ ગયેલા વિસ્તારોમાં પણ રસ્તા પહોળા કરવાની યોજના હાથ પર લેવામાં આવી છે. તેમાં ઇન્ફોસિટી રોડને સીક્સ લેન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત 6 નંબરના સર્કલથી 7 નંબરના સર્કલ સુધી બાકી રહેલા ખ રોડના આ ટુકડાને પણ સીક્સ લેનમાં ફેરવવાનું કામ કરવામાં આવશે. વિભાગના ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડને પહોળા અને ઉંચા કરવાના કામ પણ હાથ ધરવામાં આવનાર છે. પાટનગરના રસ્તા રાજ્યના અન્ય કોઇપણ શહેર કરતા વધુ સારા હોવાની વાત નવી નથી. નગર આયોજીત હોવાથી તમામ માર્ગ એકદમ સીધા છે.

દાયકા પહેલા વિભાગ દ્વારા તમામ રોડને ફોરલેનમાં ફેરવાયા બાદ અને ચ રોડ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા બન્ને માર્ગ સીક્સ લેન કરાયા હતા. છેલ્લે મહાત્મા મંદિર પર યોજાતા સરકારી અને ખાનગી કાર્યક્રમો સમયે થતા ટ્રાફિક જામને ધ્યાને લઇને તેને પણ સીક્સ લેન કરાયો હતો અને આગામી દિવસોમાં ચિલોડાથી લઇને અડાલજ સુધીના માર્ગમાં ખૂટતી જગ્યાઓ પર સીક્સ લેન કરવા સાથે સર્વિસ રોડ માટેની યોજના સરકારે જાહેર કરી દીધી છે.

પ્રતિ કલાકે 2 હજાર જેટલા વાહન પસાર થાય છે

ઇન્ફોસિટી રોડની બન્ને બાજુએ સરગાસણ અને કુડાસણ વિસ્તાર રાજાની કુંવરીની જેમ વિકસી ગયા છે. તેની સાથે અહીં વાહન પાર્કિંગ અને અકસ્માતોની સમસ્યા શરૂ થઇ છે. ઇન્ફોસિટી માર્ગના સરખેજ અને સાબરમતી એમ બન્ને છેડેથી અમદાવાદ જવાતુ હોવાથી આ માર્ગ પર વાહનોની અવર જવર વ્યાપક બની છે અને પ્રતિ કલાકે 2 હજારથી લઇને 3400 જેટલા વાહન પસાર થતા હોવાથી તેને સીક્સ લેનમાં ફેરવવા નિર્ણય લેવાયો છે.

વાઇબ્રન્ટ સમિટને લઇ ખ માર્ગ યાદ આવી ગયો

વર્ષ 2011થી ગાંધીનગરમાં મહાત્મા મંદિર પર વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે. હવે જાન્યુઆરી મહિનો નજીક આવી રહ્યો છે. પરિણામે શહેરના મુખ્ય માર્ગો ચકાચક થઇ જ જવાના છે. વાઇબ્રન્ટ સમિટ નજીક આવી રહી હોવાથી જ્યાં મહાત્મા મંદિર આવેલુ છે, તેવા ખ માર્ગને પહોળો કરવામાં બાકી રહી ગયેલા ટુકડાનું કામ તંત્રને યાદ આવી ગયું છે.

નવીનીકરણ પાછળ 5 કરોડનો ખર્ચ અંદાજ

પાટનગર યોજના વિભાગ દ્વારા ઇન્ફોસિટી રોડ અને ખ માર્ગનું સીક્સ લેનનું કામ કરવા ઉપરાંત મહાપાલિકા દ્વારા સુચવવામાં આવે તેવા મહાપાલિકા વિસ્તારમાં આવેલા માર્ગોને પણ પહોળા કરવા અને તેના લેવલ ઉંચા કરવા માટેની કામગીરી કરાશે. આ તમામ કામ પાછળ રૂપિયા 5 કરોના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે.આગામી દિવસોમાં ચિલોડાથી લઇને અડાલજ સુધીના માર્ગમાં ખૂટતી જગ્યાઓ પર સીક્સ લેનકરવા સાથે સર્વિસ રોડ માટેની યોજના સરકારે જાહેર કરી દીધી છે.

X
Gandhinagar - સેક્ટરની બહાર ઇન્ફોસિટી માર્ગને સિક્સ લેન કરવાનો નિર્ણય લેવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App