સાબરમતીમાં પત્ની-બાળકોનો ફોટો લેતા યુવાનનું ડૂબી જતાં મોત

બે બાળક અને પત્ની સાવ નોંધારા બનતા અરેરાટી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:50 AM
Gandhinagar - સાબરમતીમાં પત્ની-બાળકોનો ફોટો લેતા યુવાનનું ડૂબી જતાં મોત
ગાંધીનગર | ગાંધીનગરનાં કરાઇ તથા ભાટ વિસ્તારમાં સાબરમતી નદીમાં તહેવારોનાં દિવસોમાં ગણેશ વિસર્જન તથા નહાવા આવતા લોકોની સંખ્યા વધી જાય છે. જેમાં ડુબી જવાથી મૃત્યુ થવાનાં કિસ્સાઓ પણ સામે આવે છે. ત્યારે સામા પાંચમે પરિવાર સાથે નહાવા આવેલો અમદાવાદનાં ગોમતીપુરનો 38 વર્ષિય યુવાન પત્ની તથા બાળકોની નજર સામે જ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.

સામા પાંચમે સહ પરિવાર સ્નાન કરવા આવ્યા હતા

આ ઘટના બન્યા બાદ ડૂબેલા યુવાનની શોધખોળ બાદ બીજા દિવસે મૃતદેહ મળ્યો હતો.અડાલજ પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર અમદાવાદનાં ગોમતીપુર વિસ્તારમાં વડલાવાળી ચાલીમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા 38 વર્ષિય કિશનભાઇ મફતલાલ પરમાર તેનાં બે સંતાનો, પત્નિ તથા પરીવારનાં અન્ય સભ્યોને લઇને સામા પાંચમે સાબરમતી નદીમાં સ્નાન માટે કરાઇ પાસે આવ્યા હતા.

બપોરનાં સુમારે કરાઈ નજીક સાબરમતી નદી નજીક ગયેલા આ પરિવારના બાળકો સહિતનાં સભ્યો છીછરા પાણીમાં સ્નાન કરી રહ્યા હતા. ત્યારે કિશનભાઇ ન્હાતા બાળકોનો ફોટો પાડવા નદીમાં થોડા આગળ ગયા હતા. જયાં અચાનક રેતીનાં ખનનથી પડેલો ખાડો આવી જતા ગરકાવ થઇ ગયા હતા. પરીવારજનોએ બુમાબુમ કરી મુકતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તરવૈયાઓએ શોધખોળ કરી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો નહોતો.

પોલીસને જાણ કરતા ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. પરંતુ સાંજ સુધી કિશનભાઇનો કોઇ પત્તો લાગ્યો નહોતો. શનિવારે ભાટ પાસેથી મૃતદેહ મળતા કોબા ચોકીનાં એએસઆઇ અમરતભાઇ રાઠોડ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવીને પરીવારને સોપ્યો હતો.

તપાસ અધિકારી અમરતભાઇનાં જણાવ્યાનુંસાર કિશનભાઇને 5 વર્ષ તથા 3 વર્ષનાં બાળક છે. તેમનાં એક મોટાભાઇનું અકસ્માતમાં અવસાન થયુ હતુ. એક ભાઇએ આપઘાત કર્યો હતો. જયારે એક ભાઇની માનસીક સ્થિતી યોગ્ય ન હોવાથી કિશનભાઇ પર મોટી જવાબદારી હતી. કિશનભાઇનાં અકસ્માતે મોતથી બાળકો તથા પરીવારજનોની સ્થિતી દયનીય બની છે. પત્ની તથા બાળકોની નજર સામે જ યુવાન પાણીમાં ગરકાવ થઇ ગયાની જાણ થતા આસપાસથી અનેક લોકો દોડી આવ્યા હતા.

X
Gandhinagar - સાબરમતીમાં પત્ની-બાળકોનો ફોટો લેતા યુવાનનું ડૂબી જતાં મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App