સે. 22 ગણેશોત્સવમાં આપણું ફાઉન્ડેશન દ્વારા ‘ટેલેન્ટ શો’

સેકટર-22માં સાર્વજનિક ગણેશોત્સવમાં ત્રીજા દિવસે આપણું ફાઉન્ડેશન દ્વારા શહેરની પ્રાથમિક શાળાઓનાં આર્થિક રીતે...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:50 AM
Gandhinagar - સે. 22 ગણેશોત્સવમાં આપણું ફાઉન્ડેશન દ્વારા ‘ટેલેન્ટ શો’
સેકટર-22માં સાર્વજનિક ગણેશોત્સવમાં ત્રીજા દિવસે આપણું ફાઉન્ડેશન દ્વારા શહેરની પ્રાથમિક શાળાઓનાં આર્થિક રીતે નબળા અને શ્રમજીવી પરિવારના બાળકોનો અનોખો ‘ટેલેન્ટ શો’ યોજવામાં આવ્યો હતો. જે નિહાળી ઉપસ્થિત મહાનુભાવો તથા દર્શકો ગદગદિત થઇ ગયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પ્રોત્સાહિત કરી આર્થિક રીતે પગભર થઇ શકે તે હેતુથી તેમનામાં રહેલી શુષુપ્ત શક્તિઓ બહાર લાવવાનો હતો.ગાંધીનગર શહેરની જુદી જુદી પ્રાથમિક શાળાના કુલ 125 જેટલા બાળકોએ ભાગ લઇ ગણેશ વંદના, કૃષ્ણલીલા, સિંગિંગ, ઘુમર તથા મારવાડી ડાન્સ, ગરબા, ભાંગડા, બૉલીવુડ ડાન્સ જેવા વૈવિધ્યસભર કાર્યક્રમો રજુ કર્યા હતા. ગાંધીનગર શહેરના મહેન્દ્રભાઈ દાસ, મહેન્દ્રભાઈ પટેલ, નાઝાભાઈ ઘાંઘર સહિતનાં મહાનુભવો હાજર રહ્યા હતા. તસવીર: ભાસ્કર

X
Gandhinagar - સે. 22 ગણેશોત્સવમાં આપણું ફાઉન્ડેશન દ્વારા ‘ટેલેન્ટ શો’
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App