ગાંધીનગરમાં વોટરપ્રૂફ મતદાર ઓળખકાર્ડ આપવાનું શરૂ કરાયું

વિધાનસભાના 5 વિસ્તારમાં મતદારોની નોંધણી કરવા અભિયાન

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:50 AM
Gandhinagar - ગાંધીનગરમાં વોટરપ્રૂફ મતદાર ઓળખકાર્ડ આપવાનું શરૂ કરાયું
ગાંધીનગર | ગાંધીનગર જિલ્લામાં હવે વોટરપ્રૂફ મતદાર ઓળખ કાર્ડ અપાય છે. ચૂંટણી પંચની સુચનાથી પહેલા ગાંધીનગર તાલુકાના ત્રણ ગામમાં તેના માટે પાયલોટ પ્રોજેક્ટ ચલાવાયો હતો. મતદાર ગામની પંચાયતની ઇ-ગ્રામ કચેરી પર જઇને પોતાનું જૂનું મતદાર ઓળખકાર્ડ જમા કરાવે તેની સામે મતદારને નવું પ્લાસ્ટિક કોટેડ વોટરપ્રૂફ આઇકાર્ડ કાઢી આપતા હતાં. જેનો રૂપિયા 30 ચાર્જ રખાયો છે. વિધાનસભાના 5 વિસ્તારમાં નવા મતદારોની નોંધણી કરવા અભિયાન ચલાવાઇ રહ્યું છે.

ઇ-ગ્રામ કચેરી પરથી પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

જિલ્લા ચૂંટણી તંત્રને આ મુદ્દે આદેશ આપી દેવાતાં આ દિશામાં કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લા ચૂંટણી શાખાના સતાવાર સુત્રોના જણાવવા પ્રમાણે ગાંધીનગર તાલુકામાં પીવીસી મતલબ કે પ્લાસ્ટિક કોટેડ વોટરપ્રૂફ આઇકાર્ડનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં શરૂઆતમાં શહેર નજીકના વાવોલ ગામ ઉપરાંત રૂપાલ અને માટી આદરજ ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ યોજનાને ધારી સફળતા મળ્યા બાદ જિલ્લાનાં અન્ય તાલુકામાં અને શહેરી વિસ્તારોમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. નવા પ્લાસ્ટિક કોટેડ વોટરપ્રૂફ આઇકાર્ડને વધારે ટકાઉ અને આકર્ષક બનાવવામાં આવી રહ્યા છે.

દરમિયાન ગાંધીનગર જિલ્લામાં વસવાટ કરતાં અને તા. 1 જાન્યુઆરી, 2018ના રોજ જે યુવક-યુવતીઓને 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેમના નામ મતદાર યાદીમાં નોંધવા માટે આગામી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ દરમિયાન હક્ક દાવા અને વાંધા પણ સ્વીકારવામાં આવશે અને નવા મતદારો ઓળખકાર્ડ મેળવવા માટે પણ અરજી કરી શકશે. બીજી બાજુ ગાંધીનગર ઉતર, ગાંધીનગર દક્ષીણ, કલોલ, માણસા અને દહેગામ વિધાનસભા મત વિસ્તારના મતદારો માટે રાબેતા મુજબના ઓળખ કાર્ડ આપવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.જેનો લાભ મળી રહયો છે.

પીવીસીમાં મતદારનાં રંગીન ફોટોગ્રાફ

પ્લાસ્ટિક કોટેડ વોટરપ્રૂફ આઇકાર્ડ જૂના મતદાર ઓળખકાર્ડની સરખામણીએ વધુ આકર્ષક દેખાય રહ્યાં છે. કેમ કે તેમાં મતદારનો રંગીન ફોટોગ્રાફ મૂકવાનું શરૂ કરવામાં આવ્યું છે.

નવા કાર્ડ માટે રૂપિયા 30 ચાર્જ વસૂલાશે

મતદાર ઓળખકાર્ડ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરાયેલા વોટરપ્રૂફ વોટર આઇકાર્ડ માટે મતદારે જુનું કાર્ડ જમા કરાવવાની સાથો સાથ નવા કાર્ડના ચાર્જ તરીકે રૂ. 30 ચૂકવવા જરૂરી બને છે.

X
Gandhinagar - ગાંધીનગરમાં વોટરપ્રૂફ મતદાર ઓળખકાર્ડ આપવાનું શરૂ કરાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App