• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • મચ્છરોની ઉત્પત્તિ રોકવા ભંગાર ટાયરના 88 વેપારીને નોટિસ

મચ્છરોની ઉત્પત્તિ રોકવા ભંગાર-ટાયરના 88 વેપારીને નોટિસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમાસુબેસવાની સરકારી તારીખની માથે 3 દિવસ પસાર થઇ ગયા છે. ત્યારે વરસાદી દિવસો નજીક આવવાની સાથે મહાપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળા સામે અગમચેતીના પગલા શરૂ કરી દેવાયા છે. તેમાં મચ્છરની ઉત્પત્તિ રોકવામાં સફળતા મળે તેના માટે શહેરી મેલેરિયા યોજના દ્વારા શહેરમાં ભંગાર અને જુના ટાયરના 88 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

શહેરી મેલેરિયા યોજના શાખાના બાયોલોજીસ્ટ પટેલના જણાવવા પ્રમાણે વરસાદના દિવસોમાં ભંગારના ખુલ્લા ડેલાઓમાં પડેલા અનેકવિધ પ્રકારના ભંગારમાં પાણી ભરાઇ રહેવાથી વ્યાપક પ્રમાણમાં મચ્છરની ઉત્પત્તિ થાય છે. તેવી રીતે જુના ટાયરમાં પણ પાણી જમા થવાથી ડેન્ગ્યું સહિતના મચ્છરનું મોટા પાયે બ્રિડીંગ થાય છે.

સ્થિતિને નિવારવા માટે 88 વેપારીઓને વરસાદ આવ્યા પહેલાં યોગ્ય વ્યવસ્થા ગોઠવી દેવાની તાકીદ કરતી નોટિસો આપી દેવાઇ છે. ઉલ્લેખનીય છે કે હવે વરસાદી દિવસો નજીક આવતાં મહાપાલિકા દ્વારા રોગચાળો થાય તે માટે અગમચેતીના પગલા ભરવા કવાયત શરૂ કરાઇ છે.ઘરે ઘરે ફરીને મચ્છરોના બ્રિડીંગ શોધવાની સાથે લોકોને સમજાવાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...