• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ટીખળ કે ટાર્ગેટ|યોગ દિવસ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે પથિકાશ્રમ સર્કલે મૂકેલા પોસ્ટરમાં મુખ્

ટીખળ કે ટાર્ગેટ|યોગ દિવસ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે પથિકાશ્રમ સર્કલે મૂકેલા પોસ્ટરમાં મુખ્યમંત્રીનો ફોટો નિશાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
CM-મહિલા કલ્યાણ મંત્રીનાં પોસ્ટર સાથે અગન‘ખેલ’


ગુજરાતનાંપાટનગર ગાંધીનગર શહેરમાં એક અઠવાડીયામાં પથીકાશ્રમ સર્કલે લગાવવામાં આવેલા મુખ્યમંત્રીનાં ફોટાવાળા પોસ્ટર સળગાવવાની એક અઠવાડીયામાં બીજી ઘટના સામે આવી છે. 3 દિવસ પહેલા જગ્યાએ પોસ્ટરમાં મુખ્યમંત્રીનો ફોટો સળગાવ્યા બાદ શુક્રવારની પુર્વ રાત્રે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા બાળ અને મહિલા કલ્યાણ વિભાગનાં મંત્રી વસુબેનના ફોટા સળગાવવામાં આવ્યા હતા. જયારે વડાપ્રધાનનો ફોટો સલામત જોવા મળ્યો હતો. બંને ઘટનાઓને ગંભીરતાથી લઇને પોલીસે દિશામાં ઉંડાણ પુર્વક તપાસ હાથ ધરી છે.

ગુજરાતની રાજકીય નગરી ગાંધીનગરમાં નાની મોટી રાજકીય બાબતોની ચર્ચા ચાલતી રહે છે. ગાંધીનગરમાં રાજકીય ક્ષેત્રમાં બનતી નાની ઘટના પણ મોટી ગણવામાં આવે છે. કારણે કે પાટનગરમાં કોઇ અઘટનીય ઘટના બને તો સમગ્ર રાજયમાં તેનો પડઘો પડવાની સાથે સાથે સૌથી પહેલા કોઇનાં ધ્યાનમાં આવે છે. ત્યારે ગુજરાતનાં રાજકારણમાં ચાલી રહેલી હુંસાતુસી વચ્ચે ગાંધીનગર શહેરમાં લગાવવામાં આવેલા મુખ્યમંત્રીનાં ફોટાવાળા પોસ્ટર સળગાવવાની એક અઠવાડીયામાં બીજી ઘટના સામે આવી છે.

રાજયમાં હાલ ઉજવાઇ રહેલા શાળા પ્રવેશોત્સવ તથા 21મી જુને ઉજવવામાં આવનાર વિશ્વ યોગ દિવસને લઇને ઘ-3 સર્કલે સિવિલ હોસ્પિટલવાળા કોર્નર પર બે વિશાળ બેનર લગાવવામાં આવ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા શાળા પ્રવેશોત્સવનાં બેનરમાં વડાપ્રધાન તથા મુખ્યમંત્રીનાં ફોટા સાથે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વસુબેન ત્રિવેદીનાં ફોટા મુકી નાગરીકોને યોગ દિવસમાં જોડાવા તથા બાળકોને ભણાવવા અપીલ કરવામાં આવી હતી. દરમિયાન શુક્રવારની પુર્વ રાત્રે કોઇ શખ્સો બંને પોસ્ટરમાંથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા મંત્રી વસુબેનનાં ફોટાને આગચંપી કરી ગયુ હતુ. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો સલામત જોવા મળ્યો હતો. ત્યારે વિરોધ પક્ષ દ્રારા જો કારસ્તાન કરવામાં આવ્યુ હોત તો વડાપ્રધાનને શા માટે નિશાન બનાવે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. શુક્રવારે સવારે બંને પોસ્ટરમાં મુખ્યમંત્રીનાં ખંડીત ફોટા જોતા તંત્રને જાણ કરી હતી અને તંત્રની ટીમે તુરત બંને પોસ્ટર ઉતરાવી લીધા હતા.

પોસ્ટર પાસે સીસીટીવી કેમેરા છતા આરોપી પકડાતા નથી

ઘ-3સર્કલે પોસ્ટરો સળગાવવાની જે ઘટના બની છે ત્યાં સર્કલ પર પોલીસ દ્રારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. એક અઠવાડીયામાં કેમેરાની સામે બે વખત પોસ્ટર સળગ્યા છે. પોલીસ દ્રારા સીસીટીવી ફુટેજ પણ ચેક કરવામાં આવ્યા છે. તેમ છતા પોસ્ટર સળગાવનાર શખ્સોનો પતો લાગતો નથી.

બનાવનેગંભીરતાથી લઇને તપાસ કરાઇ રહી છે : એસપી

જિલ્લાપોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ સાથે બાબતે વાતચિત કરવા જણાવ્યુ હતુ કે પોલીસ દ્રારા બનાવને ગંભીરતાથી લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ પોસ્ટર સળગાવનાર શખ્સો સુધી પહોચી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...