• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સેટેલાઇટ વિસ્તારનાં ચોરાયેલા બાઇક સાથે ગઠિયાની ધરપકડ

સેટેલાઇટ વિસ્તારનાં ચોરાયેલા બાઇક સાથે ગઠિયાની ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેટેલાઇટ વિસ્તારનાં ચોરાયેલા બાઇક સાથે ગઠિયાની ધરપકડ

ગાંધીનગર| ગાંધીનગરએલસીબી પીએસઆઇ વી યુ ગડરીયા પોતાની ટીમનાં જવાનો સાથે શહેરમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ઘ-3 સર્કલ પાસેથી બાઇક લઇને નિકળેલા એક શખ્સ પર શંકા ગઇ હતી. મહેશસિંહ દિલીપસિંહ ચાવડા(રહે ગુરૂકૃપા હોસ્ટેલ, સેકટર 13, મુળ વતન કાવીઠા, તા બાવળા, અમદાવાદ)નામનાં શખ્સને રોકીને તેમની પાસે રહેલા બાઇકનાં કાગળો માંગતા સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. તેમણે બાઇક બાવળાનાં બદરખા ગામે રહેતા તેમનાં સંબંધી કાળુભાઇ ભાઉભાઇ મસાણી પાસેથી 7 વર્ષ પહેલા ખરીદ્યુ હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે બાઇક નંબરનાં આધારે રેકર્ડ ખાતરી કરાવતા બાઇક વર્ષ 2009માં અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારમાંથી ચોરાયુ હોવાનું સામે આવ્યુ હતુ. જેના પગલે ચોરીનાં બાઇક સાથે મહેશસિંહની ધરપકડ કરીને દિશામાં વધુ પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...