તંત્રનો સપાટો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આયુષ્યપુરૂ થઇ ગયું હોય તેવા સેંકડો વાહનો ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર દોડી રહ્યાં છે. આવા વાહનો અનેક વખત કાળમુખા સાબીત પણ થયા હોવાના બનાવો બન્યા છે. જો કેટ્રાફિકના કાયદાનો ભંગ કરનારા વાહનો ડિટેઇન કરવાની ઝુંબેશ આરટીઓ અને પોલીસ દ્વારા સતત ચાલી રહી છે. છેલ્લા 3 માસમાં આવા ભંગાર થઇ ગયેલા 246 વાહનો ડિટેઇન કરી રૂ.11.63 લાખનો દંડ આરટીઓએ વસૂલ કર્યો છે.

અંગેની વિગતો એવી છે કે ગાંધીનગર જિલ્લાના ચાલકોને ટ્રાફિકના કાયદાનો ભંગ કરવાના ગુના હેઠળ ઝડપી લેવાની ઝુંબેશ છેલ્લા 3 માસથી આરટીઓ દ્વારા વેગવંતી કરવામાં આવી છે. તેના બાગરૂપે વિવિધ કાયદાના ભંગ બદલ 3 માસની અંદર સેંકડો વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતાં. તેમાં પ્રથમ ક્રમે સૌથી વધુ ઓવરલોડ વાહનનો સમાવેશ થાય છે. તે પછીના ક્રમે વાહનનું આયુષ્ય પુરૂ થઇ ગયું હોય તેવા વાહનનો સમાવેશ થાય છે.

તંત્રના જણાવ્યા અનુસાર ફિટનેશ પુરૂ થઇ ગયુ હોય તેવા વાહનો 3 માસ દરમિયાન 246 ડિટેઇન કરાયા હતાં. માર્ચ-2016માં 93 વાહન (દંડ રૂ,4,01,000), એપ્રિલમાં 83 (દંડ રૂ,4,30,200) અને મે માસમાં 70 વાહન (દંડ રૂ,3,32,200) ડેટેઇન થયા હતાં.

તમામ વાહનચાલકો પાસેથી કુલ મળીને 11,63,400ની રકમનો દંડ આરટીઓ કચેરી દ્વારા વસૂલ કરવામાં આવ્યો હતો.

વિવિધ ગુના હેઠળ 1064 વાહન ચાલકોને 35.35 લાખનો દંડ

ઓવરલોડ, ઓવડાયમેન્શન, પેસેન્જર બસ, સીટ બેલ્ડ, હેલ્મેટ, રેડિયમ પટ્ટી, રિફ્લેક્ટર, એરહોર્ન, લાયસન્સ વગર, નંબર પ્લેટ, વીમા વગર, હેડ લાઇટ, પીયુસી, નોપાર્કીંગ અને ચાલુ વાહને મોબાઇલ વાપરવાના સહિતના ગુના હેઠળ છેલ્લા 3 માસમાં 1064 વાહન ચાલકો આરટીઓની ઝંબેશમાં ઝપટમાં આવ્યા હતાં. તે તેમામ પાસેથી રૂ.35,35,906નો દંડ આરટીઓ કચેરીએ વસૂલ્યો હતો. દંડની રકમ ભરપાઇ કર્યા પછી ડિટેઇન કરાયેલા વાહનને મુક્ત કરવાનો નિયમ છે.

ડ્રાઇવીંગલાયસન્સ વગર વાહન હંકારતા 58 પકડાયા

ડ્રાઇવીંગલાયસન્સ વગર વાહન હંકારનારા લોકોની સંખ્યા પણ ગાંધીનગર જિલ્લામાં ઓછી નથી. જો કે પોલીસની ઝપટમાં ઓછા નજરે પડે છે. માર્ચમાં 22, એપ્રિલમાં 16 અને મે માસમાં 20 વાહનો ડિટેઇન કરાયા હતાં. તેના વાહનચાલકો પાસેથી વાહન દીઠ સરેરાશ રૂ.એક હજારનો દંડ વસૂલ કરાયો હતો. તેની કુલ રકમ રૂ.58 હજાર થાય છે.

જિલ્લાના માર્ગો પર દોડતા ભંગાર વાહનો પર તવાઈ

અન્ય સમાચારો પણ છે...