જિલ્લામાં ઝાડા અને કોલેરાએ માજા મૂકી સપ્તાહમાં 123 કેસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરાજાએ શહેર ઉપર કૃપા વરસાવવાનુ શરૂ કર્યુ છે. તો બીજી તરફ વરસાદી ઋુતુને કારણે રોગચાળો પણ ધીરેધીરે વધી રહ્યો છે. પાણીજન્ય અને વાહકજન્ય રોગો લોકોને સતત ભરડામાં લઇ રહ્યા છે. પાછલા એક સપ્તાહમાં કોલેરાએ બહિયલ, રખિયાલ સહિત પાટનગરની પાસેના કોલવડાના લોકોને પણ ઝપટમાં લઇ લીધા હતા. દુષિત પાણી અને આહાર આરોગવાથી બિમારીમા સપડાયા હોવાના તારણ નિકળી રહ્યા છે. તેવા સમયે સિવિલમાં ગત સપ્તાહમાં તારીખ 19થી 25 દરમિયાન પણ મોટી સંખ્યામાં બિમારીના આંકડા સામે આવ્યા છે.

જેમા ઝાડાના 59 કેસ સામે આવ્યા છે. જ્યારે ડેંન્ગ્યુના કેસની શરૂઆત થઇ છે. મચ્છર કરડવાથી મેલેરિયાના 15 કેસ નોંધાયા છે. જ્યારે વરસાદની ઋુતુમાં ઓરીના 2 કેસ સામે આવ્યા છે. તો ટાઇફોઇડના 6 કેસ નોંધાતા સિવિલના તબીબોને પણ ઉજાગરા કરવા પડ્યા છે.

સિવિલના સુત્રો જણાવી રહ્યા છેકે હજુ તો વરસાદ પડવાનુ શરૂ થયો છે, ત્યારે આગામી સમયમાં લોકો જાગૃત નહિં થાય અને બહારનો આહાર આરોગતા રહેશે તથા મચ્છરોથી બચવાના પ્રયાસ નહિં કરે તો મોટા પ્રમાણમાં બિમાર થવાના આંકડા સામે આવશે. ગામડામાં લોકો કાદવ કિચડની પાસે રહેતા હોવાથી મચ્છરોની ઉત્પતી રહેતી હોય છે. પરિણામે લોકો બિમારીમાં સપડાય છે.

ચોમાસુ શરૂ થતા ડેંન્ગ્યુનો કેસ સામે આવ્યો, મેલેરિયાના 15 કેસ નોંધાયા