તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ઇન્દ્રોડા પાર્કમાં ઝાડ પર સજોડે ગળા ફાંસો ખાઇને પ્રેમી યુગલનો આપઘાત

ઇન્દ્રોડા પાર્કમાં ઝાડ પર સજોડે ગળા ફાંસો ખાઇને પ્રેમી યુગલનો આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે સાંજે ગીર ફાઉન્ડેશનથી ઉદ્યાનમાં આપઘાતની જાણ કરતા પીએસઆઇ એમ આર પટેલ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. જેમાં નિલગીરી વન પાસેની ઝાડીઓમાં લીંબડાની ઝાડેથી બંને ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હાલતમાં મળ્યા હતા. સ્થળ પંચનામુ કરીને મૃતદેહો ઉતારીને યુવાનનાં ખીસ્સામાં તપાસ કરતા વોલેટ મળી આવ્યુ હતુ. વોલેટમાંથી મળેલા ઇલેકશન કાર્ડ સહિતનાં પુરાવા આધારે યુવાનનું નામ મનુજી ભીખાજી ઠાકોર(ઉ.વ.20) હોવાનું તથા પાટણ જિલ્લાનાં ચણાસ્મા તાલુકાનાં ટીંટોડા ગામનો રહેવાસી હોવાનું ખુલ્યુ હતુ. તેમનાં પરીવારજનોને જાણ કરતા ગાંધીનગર દોડી આવ્યા હતા અને મનુજીની સાથે આપઘાત કરનાર યુવતી અમદાવાદનાં ડફનાળા વિસ્તારનાં આઇથર્ડ ફ્લેટમાં રહેતા માલાજી હીરાજી ઠાકોરની દિકરી હેતલ(ઉ.વ.17) હોવાની ખબર પડી હતી. બંનેનાં પરીવારજનો કૌટોબીંક સગા હતા તથા મનુજીની કિશોરીનાં ઘરે આવજા રહેતી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ લગ્ન શક્ય નહોતા. જેને લઇને સજોડે ફાંસો ખાઇ લીધો હતો.

અમદાવાદની કિશોરી- પાટણના યુવકે લગ્ન શક્ય હોવાથી ભર્યુ પગલું

પ્રાંતિયામાં યુવકનો ફાંસો ખાઇ આપઘાત

પ્રાંતિયાનીસીમમાં રણછોડભાઇ બેચરદાસ પટેલનાં તબેલા પર રહેતા અને કડીયા કામ કરતા 27 વર્ષિય યુવાન રણજીતજી બાબુજી ઠાકોરે રવિવારની રાત્રે ઓરડીમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ડભોડા પોલીસ સ્ટેશનનાં તપાસ અધિકારી હરખાભાઇનાં જણાવ્યાનુંસાર આપઘાતનું ચોક્કચ કારણ જાણવા મળ્યુ નથી. રવિવાર રાત્રે રણજીતજીનો પરીવાર બહાર ઉંઘી રહ્યો હતો ત્યારે ઓરડીમાં જઇને પગલુ ભરી લીધુ હતુ. રણજીતજીને સંતાનોમાં બે દિકરીઓ છે.

અન્ય સમાચારો પણ છે...