તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • વિજ્ઞાન પ્રવાહની અનામત બેઠકમાં 768માંથી માત્ર 33 છાત્રોનો પ્રવેશ

વિજ્ઞાન પ્રવાહની અનામત બેઠકમાં 768માંથી માત્ર 33 છાત્રોનો પ્રવેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંવિજ્ઞાન પ્રવાહની 14 ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળામાં 768 સીટ અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી હતી. ઓબીસી, એસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓએ ઉદાસીનતા બતાવી છે અને માત્ર 33 સીટ ભરાવા પામી છે. સરકારી શાળાઓના શિક્ષણને લઇને મોટો સવાઇ ઉભો થઇ રહ્યો છે. ખાનગી શાળાઓમાં એડમીશન લેવા માટે લોકો દોડા દોડી કરતા હોય છે. બીજી તરફ વિદ્યાર્થીઓને એડમીશન મળતુ હોવા છતા અભ્યાસ કરવાનુ હિતાવહ સમજા નથી.

ગુજરાત બોર્ડ સંચાલિત શહેરની શાળાઓમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અનામત કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા 5થી 8 જુન સુધી હાથ ધરાઇ હતી. જેમાં એક શાળામાં પોતાની શાળાના 10 અને અન્ય શાળામાંથી આવેલા 6 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોય છે. ત્યારે શહેરની 14 ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળામાં કુલ 768 વિદ્યાર્થીઓ માટે સીટ અનામત રાખવામાં આવી હતી. પરંતુ અનામતના આધારે એડમીશન લેવામાં વિદ્યાર્થીઓ ઉણા ઉતર્યા છે. તો બીજી તરફ પ્રકારે ફાળવવામાં આવતી શાળામાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ તૈયાર નથી તેવુ પણ જાણવા મળી રહ્યુ છે. સરકારે બાબતને ગંભીરતાથી લેવી જોઇએ.

ઓબીસી કેટેગરીમાં 16 ફોર્મનુ વિતરણ થયુ હતુ. જેમાં 13 ફોર્મ વિદ્યાર્થીઓ દ્વારા ભરાયા હતા અને મેરીટના આધારે 10 એડમીશન થયા હતા. જેમા 9 ગુજરાતી માધ્યમમાં અને 1 અંગ્રેજી માધ્યમમાં થયુ હતુ઼. એસટી કેટેગરીમાં 22 ફોર્મ વેચાયા હતા. જેમાં તમામ ફોર્મ વિદ્યાર્થીઓ દ્વારા ભરીને પરત આપવામાં આવ્યા હતા. મેરીટના આધારે 17 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જેમાં 15 ગુજરાતી માધ્યમ અને 2 અંગ્રેજી માધ્યમમા સમાવેશ થાય છે. જ્યારે એસસી કેટેગરીમાં 11 ફોર્મ વેચાયા હતા, જેમાં 10 ભરીને પરત આવ્યા હતા. 6 વિદ્યાર્થીને મેરીટના આધારે પ્રવેશ અપાયો હતો. જેમાં 5 ગુજરાતી માધ્યમ અને 1 અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો હતો. કુલ 768 બેઠકમાંથી માત્ર 33 બેઠકો ભરાવા પામી છે. એક તરફ સરકાર મફતમાં એડમીશન આપે છે. તો બીજી તરફ લોકોનો ખાનગી અને ખિસ્સા ખંખેરી લેતી શાળાઓમાં પોતાના બાળકોને શિક્ષણ અપાવવા દોડા દોડી કરે છે.

ઓબીસી, એસી,એસસી વિદ્યાર્થીઓ માટે અનામત બેઠક રખાઇ હતી

અન્ય સમાચારો પણ છે...