તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ફોટા પાડીને કામગીરી નથી બતાવવી, કોંગ્રેસને વિજયી બનાવી કામ બતાવો

ફોટા પાડીને કામગીરી નથી બતાવવી, કોંગ્રેસને વિજયી બનાવી કામ બતાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંઅનામત આંદોલન, બેરોજગારોના આંદોલન, આશા વર્કરો સહિતના કર્મચારીઓ સરકારથી નારાજ છે. ત્યારે તેનો લાભ લેતા કોંગ્રેસને વિધાનસભા જીતવી સરળ લાગી રહી છે. સોમવારે ઉત્તર અને દક્ષિણ વિધાનસભા બેઠક જીતવા આયોજન કર્યુ હતુ. જેમાં શહેરના સિનિયર આગેવાન નેતાએ કાર્યકરોને કહ્યુ કે આપણે ફોટા પાડીને કામગીરી બતાવવાની નથી. કોંગ્રેસને વિજયી બનાવી કામગીરી બતાવવાની છે.

સોમવારે સ્ટાફ ટ્રેનીંગ કોલેજમાં ગાંધીનગરની ઉત્તર અને દક્ષિણ બેઠક જે હાલમાં ભાજપ પાસે છે ત્યારે તેને આંચકી લેવા માટે બુથ સશક્તિકરણ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં હાલમાં કોંગ્રેસ પાસે ત્રણ બેઠક છે. જેમાં ઉત્તર, દક્ષિણ બેઠક નથી. ત્યારે તેને કેવી મેળવવી તેની માહિતી આપવામાં આવી હતી. શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિક્રમસિંહ ખાચરે કહ્યુ કે કાર્યકરોએ માત્ર ફોટા પાડીને કામગીરી બતાવવાની નથી. આપણે કોંગ્રેસને વિજય બનાવીશુ તો આપો આપ આપણી કામગીરી દેખાઇ આવશે.

ગાંધીનગર શહેરમાં પહેલા કોંગ્રેસ આગળ રહેતી હતી. પરંતુ હવે પાછળ જઇ રહી છે. મતદાર કોંગ્રેસના પક્ષે રહ્યો છે પરંતુ તેને બુથ સુધી લઇ આવવાનો છે. બુથ મેનેજમેન્ટ ઉપર વધારે ભાર આપવાની જરૂરિયાત છે. પ્રમુખ સુર્યસિંહે કહ્યુ કે મીટીંગના સ્થળેથી વિધાનસભાનુ અંતર માત્ર 500 મીટર છે અને તેને કાપવા માટે આપણી પાસે મહિનાનો સમયગાળો છે. બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ કૌશિક શાહ, ડૉ. હિમાંશુ પટેલ, પુર્વ ધારાસભ્ય સી જે ચાવડા, વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા.

જિલ્લા કોંગ્રેસની બુથ મેનેજમેન્ટ સક્રિય કરવા બેઠક

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા મતવિસ્તાર સંગઠન અને બુથ સશક્તિકરણ માટે કાર્યકરોની બેઠક યોજાઈ હતી

અન્ય સમાચારો પણ છે...