તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સે.29માંથી 1.50 લાખની મત્તા ચોરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરશહેરનાં સેકટર 29માં રહેતા અને સેકટર 8 સ્થિત સ્ટેટ વોટર ડેટા સેન્ટરમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા ઉસ્માનગની હબીબભાઇ મલેક ગત તા 12મી જુનનાં રોજ બપોરે 12 વાગ્યે ઘરે તાળુ મારીને પરીવાર સાથે દહેગામ ખાતે સામાજીક કારણોસર ગયા હતા. તા 11મીની રાત્રે 9 વાગ્યે ઘરે પરત ફરતા દરવાજાનો તાળુ તુટેલુ જોતા ચોરીની શંકા ગઇ હતી. ઘરમાં જઇને તપાસ કરતા સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો. તિજોરીમાં તપાસ કરતા રૂ. 40 હજારની રોકડ તથા સોનાની વીંટી તથા દોરા સહિતનાં દાગીનાં મળી કુલ રૂ. 1.50 લાખની મત્તા ચોરાઇ ગયાનું ધ્યાને આવ્યુ હતુ. જે અંગે સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ જે પ્રજાપતિએ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...