તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • નગરજનોની સુવિધામાં વધારો | પારિવારીક શુભ પ્રસંગે 6 હજાર લોકોને સમાવી શકાય તેટલી ક્ષમતા ધરાવતો પા

નગરજનોની સુવિધામાં વધારો | પારિવારીક શુભ પ્રસંગે 6 હજાર લોકોને સમાવી શકાય તેટલી ક્ષમતા ધરાવતો પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાંસ્થાપના સમયથી સેક્ટરોમાં દવાખાના, રંગમંચ અને બગીચાની સુવિધા અપાઇ છે. પરંતુ જાળવણીના અભાવે ખંડેર અને જર્જરીત થઇ ગયેલા રંગમંચ સંભાળ્યા પછી મહાપાલિકા દ્વારા રીનોવેશન હાથ ધરાયું છે. સેકટર 22નો રંગમંચ હવે પાર્ટીપ્લોટની જેમ સજાવવામાં આવી રહ્યો છે. રંગમચને તોડવાની કામગીરી શરૂ થઇ છે. ત્યારે આશરે દોઢ કરોડના ખર્ચે રંગમંચમાં આધુનિક પાર્કિંગ, 6 હજાર લોકોને સમાવવાની ક્ષમતા વિકસાવશે. શહેરના નાગરિકોને શુભ પ્રસંગ ઉજવવા તમામ સુવિધા ઉભી કરાશે. અહીં લગ્ન, રીસેપ્સન, બર્થ ડે પાર્ટી અને પ્રાઇવેટ ઇવેન્ટ પણ થઇ શકશે.

કોર્પોરેટર રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, શરૂઆતમાં રંગમંચનો દબદબો હતો. પરંતુ પાર્ટી પ્લોટનું ચલણ વધતાં તે બિસ્માર બન્યા છે. ત્યારે સેકટર 22નો રંગમંચ હવે પાર્ટીપ્લોટના નામે ઓળખાશે. જેમાં લેટેસ્ટ ડિઝાઇનીંગનું સ્ટેજ, વર-કન્યા માટે અલગ રૂમ, આધુનિક પાર્કિંગ સહિત સુવિધાથી સજ્જ થશે. જુના રંગમંચમાં સ્ટેજ અને સામે બેસવાની વ્યવસ્થા હતી. હવે તેની જગ્યાએ સ્ટેજ અને બંન્ને સાઇડ બેસવાની સુવિધા ઉભી કરાઇ હતી. રંગમંચની ડિઝાઇન સુરતના જાણિતા ડિઝાઇનરે તૈયાર કરી છે.તેથી આગામી દિવસોમાં શહેરમાં નવી સુવિધા મળતી થશે.

સે-22ના રંગમંચને આધુનિક બનાવવા કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે.

રિનોવેશન માટે 4 કરોડ ફાળવવામાં આવ્યા

મેયરપ્રવિણભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં જર્જરીત થઇ ગયેલા રંગમંચોના રીનોવેશન કામગીરી શરૂ કરાઇ છે. મહાપાલિકાના બજેટમાંથી ખંડેર થયેલા રંગમંચો પાછળ 4 કરોડની ફાળવણી કરાઇ છે. જેમાં સેકટર 22ના રંગમંચને દોઢ કરોડના ખર્ચે રીનોવેશન કરવાની કામગીરી શરૂ થઇ છે. જેમાં પાર્ટી પ્લોટ જેવી તમામ સુવિધાઓ ઉભી કરાશે.

નવારંગમંચમાં શું સુવિધા હશે

રીનોવેશનથઇ રહેલા રંગમંચમાં પાર્કિંગમાં વર અને કન્યા પક્ષ માટે અલગ પ્રાઇવેટ પાર્કીંગ, 3 ગેટ, હાઇ ટેક એન્ટ્રી, ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક, આધુનિક ટોયલેટ અને હાઇટેક રસોડા સહિતની સુવિધાઓ ઉભી કરવામા આવશે.

સે- 22નો રંગમંચ આધુનિક પાર્ટી પ્લોટ બનશે

અન્ય સમાચારો પણ છે...