તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાને રિક્ષામાં બેસાડી દાગીના સેરવી લેનાર ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનથીદોલારાણા વાસણા ખાતે દિકરી સાથે પિયરમાં આવેલા જનકબા ગત તા 4 જુનનાં રોજ રાજસ્થાન પરત જવા નિકળ્યા ત્યારે એસટી ડેપોથી અડાલજ જતી રીક્ષામાં બેઠા હતા. અડાલજ ઉતર્યા બાદ તેમની થેલીમાં તપાસ કરતા રૂ. 75 હજારનાં 3 તોલા દાગીનાં સાથેનો સ્ટીલનો ડબ્બો સેરવાઇ ગયાનું ધ્યાને આવ્યુ હતુ. જે અંગે સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

દરમિયાન સોમવારે ગાંધીનગર એલસીબીનાં પીએસઆઇ એસ બી પઢેરીયા તેમની ટીમનાં જવાનો હજારીસિંહ, હરીભાઇ, જીતેન્દ્રસિંહ તથા હરેન્દ્રસિંહ સાથે વાવોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે વાવોલ-ઉવારસદ માર્ગ પર જતી રીક્ષા નં જીજે 27 ડબલ્યુ 3067નાં શખ્સે જનકબાનાં દાગીનાં સેરવ્યાની બાતમી મળતા વોચ ગોઠવીને રીક્ષા ચાલક સરફરાજ સાબીર રંગરેજ (રહે સૈયદવાડી, અલફલા સોસાયટી, વટવા,અમદાવાદ)ની અટકાયત કરીને તલાસી લેતા તેમની પાસેથી સોનાની ચેઇન, કાનની બે નંગ શેરો તથા બુટ્ટીની જોડી મળી આવી હતી. સરફરાજને એલસીબી કચેરી લઇ જઇને ઉંડાણ પુર્વક પુછપરછ કરતા તેમણે બે મિત્રો સાથે મળીને જનકબાનાં દાગીનાં સેરવ્યાની કબુલાત કરી હતી.

મહિલા રાજસ્થાનથી દોલારાણા વાસણા ખાતે દિકરી સાથે આવી હતી ત્યારે ઘટના બની હતી

અન્ય સમાચારો પણ છે...