તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુત્વની રક્ષા કરવા 75 યુવાનને ત્રિશુલ દિક્ષા અપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુઓનીરક્ષા અને હિન્દુવાદી વિચારોનો ફેલાવો કરવા માટે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાંધીનગર જિલ્લાના 75 યુવાનોને સોમવારે ત્રિશુલ દિક્ષા અપાઇ હતી.

દેશમાં લવ જેહાદનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે બજરંગદળના કાર્યકર્તા દ્વારા જિલ્લાની બહેન દિકરીઓ લવ જેહાદનો ભોગ બને તેના માટે ધ્યાન રાખશે. જે અંતર્ગત સેકટર 7 ભારત માતાજીના મંદિરે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓની હાજરીમાં 75 યુવાનોએ ત્રિશુલ દિક્ષા અને પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં અમૃતભાઇ ઠાકોર, જીતુભાઇ પ્રજાપતિ, અમૃતભાઇ ઠક્કર અને મહાદેવભાઇ દેસાઇ ઉપસ્થિત રહ્યાં હતાં. ગાંધીનગર જિલ્લાના સુરક્ષા પ્રમુખ શક્તિસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, બજરંગ દળ અને વિશ્વહિન્દુ પરિષદ હિન્દુઓની રક્ષા માટે છે. બજરંગ દળ હિન્દુવાદી વિચારધારા ધરાવતા યુવાનોને જોડીને સંગઠનને વધુ મજબુત બનાવશે. 75 યુવાનોને ત્રિશુલ દિક્ષા અપાઇ હતી.

બજરંગ દળ દ્વારા 75 યુવાનોને ત્રિશુલ દિક્ષા આપવામાં આવી હતી.

બહેન-દિકરીઓ લવ જેહાદનો ભોગ બને તેનું ધ્યાન રખાશે

અન્ય સમાચારો પણ છે...