તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ભાસ્કર િવશેષ | શિષ્યવૃતિ તથા ગણવેશ સહાયમાં ગેરરીતિ રોકવા સહાય સીધી બેન્કમાં જમા કરાવવા નિર્ણય

ભાસ્કર િવશેષ | શિષ્યવૃતિ તથા ગણવેશ સહાયમાં ગેરરીતિ રોકવા સહાય સીધી બેન્કમાં જમા કરાવવા નિર્ણય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયનીસરકાર માન્ય પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ તથા પછાત વર્ગનાં બાળકોને શિષ્યવૃતિ અને ગણવેશ આપવામાં આવે છે. જેમાં શિષ્યવૃતિ રોકળ સ્વરૂપમાં તથા ગણવેશ જથ્થાબંધમાં તૈયારી કરીને વિદ્યાર્થીઓમાં વહેચાતો હતો. પરંતુ તેમાં અનેક ફરીયાદો બાદ બંને સહાય સીધી વિદ્યાર્થીઓનાં કે વાલીનાં જોઇન્ટ એકાઉન્ટમાં જમા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે રાજયમાં કુલ 45 લાખ એકાઉન્ટનું આદિજાતિ વિકાસ વિભાગ સાથે જોડાણ કરવામાં આવ્યુ છે. શાળાઓમાં ભણતા અનુસુચિત જનજાતિ, આર્થિક પછાત, સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત તથા અન્ય પછાત જાતિનાં વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી શિષ્યવૃતિ તથા ગણવેશની સહાય સીધી તેમનાં ખાતામાં જમા થાય તે માટે સરકાર દ્વારા વર્ષ 2017-18થી ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન ખાતા નંબર રજીસ્ટ્રર કરાવવાનો આદેશ કર્યો હતો. ત્યારે રાજયભરની શાળાનાં 45 લાખ વિદ્યાર્થીઓનાં ખાતા નંબર જોડીને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર સરકાર દ્વારા વિદ્યાર્થીઓથી માંડીને ખેડુતો સહિત તમામ લાભકર્તાઓને પ્રક્રિયામાં સાંકળી લેવામાં આવ્યા છે. જેનો મુખ્ય ઉદેશ્ય ભ્રષ્ટ્રાચાર અટકાવીને પારદર્શકતા લાવવાનો છે. પહેલા સરકાર દ્વારા જે યોજનાઓ જાહેર કરીને સહાયો આપવામાં આવતી તેમાં ઉપરથી નીચે સુધી પહોચતા સહાયની મોટી રકમ ચાંઉ થઇ જતી હતી. ત્યારે સહાયની રકમ સિધી લાભકર્તાનાં ખાતામાં જમા થવાથી વચ્ચેથી વચેટીયાઓ કે અન્ય કોઇ દ્વારા પૈસા પડાવી લેવાનો અવકાશ રહેતો નથી અને લાભકર્તાને તેની પુરેપુરી સહાય મળી જાય છે. ત્યારે શિષ્યવૃતિ માટે 45 લાખ વિદ્યાર્થીની દરખાસ્ત આવી છે.

એકાઉન્ટ લિન્ક-અપમાં છબરડા

શાળાઓદ્વારા ઓનલાઇન વિદ્યાર્થીઓનાં ખાતા લીન્ક અપ માટે કરવામાં આવેલી પ્રક્રિયામાં ઘણી ભુલો આવી છે. જેમાં ખાસ કરીને બેન્ક એકાઉન્ટ નંબરનાં આંકડાઓમાં ભુલો આવવાનાં કારણે બેન્કો દ્વારા આવા રજીસ્ટ્રેશન ફરી મોકલવામાં આવ્યા છે. ત્યારે શાળાઓને માર્ગદર્શન માટે 15મી જુને સવારે 11થી 2 વાગ્યા દરમિયાન શિક્ષણ વિભાગની પ્રસારણ ચેનલ વંદે ગુજરાત ચેનલ 1 પર માર્ગદર્શન સેમીનાર પ્રસારીત કરવાનો નિર્ણય લેવાયો છે. બાયસેગ માફરતે પ્રસારણ પુર્વે રાજયની તમામ પ્રાથમિક શાળાનાં આચાર્યોને ક્ષતિ સુધારણા માટે કાર્યક્રમ નિહાળવા ફરમાન કરવામાં આવ્યુ છે.

રાજ્યના છાત્રોની શિષ્યવૃિત્ત બેન્કમાં જમા કરવા 45 લાખ ખાતાનું લિન્ક-અપ કરાશે

અન્ય સમાચારો પણ છે...