તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ડમ્પરનું સ્પેર વ્હીલ ફાટ્યુ તે સાથે ડ્રાઇવર પર મોત ત્રાટક્યું

ડમ્પરનું સ્પેર વ્હીલ ફાટ્યુ તે સાથે ડ્રાઇવર પર મોત ત્રાટક્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરપાસે આવેલા ભાટ પેટ્રોલપંપ પાસે એક ડમ્પર ચાલકના સ્પેર વ્હીલમાં પંક્ચર પડ્યું હતું. ચાલક પંક્ચર કરાવવા સ્પેર વ્હીલ લઇને પંક્ચર કરાવી પરત સ્પેર વ્હીલની જગ્યાએ ટાયર ફીટ કરી રહ્યો હતો. તે દરમિયાન ટાયર ફાટતા ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું. મળતી માહિતી મુજબ 42 વર્ષિય પ્રતિકભાઇ જયંતિભાઇ ઓડ (રહે. હાંસોલ ગામ, અમદાવાદ) ડમ્પર ચલાવતો હતો. રોજ બરોજ નિયત સમય પ્રમાણે ડમ્પરમાં કપચી અને અન્ય સામાન ભરીને ફેરા કરતો હતો. ત્યારે બુધવારે ભાટ ટોલ ટેક્ષ પાસે ડમ્પરના સ્પેર વ્હીલમાં પંક્ચર કરાવતો હતો અને પંક્ચર કરાવ્યા બાદ ટાયર ફીટ કરી રહ્યો હતો. તે દરમિયાન પંક્ચર કરાવેલુ ટાયર ફાટતા આંખ, નાક અને માથાના ભાગે ઇજા થતા પ્રતિકનુ મોત થયું હતું. બનાવની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકમાં થતા જમાદારે વધુ તપાસ હાથ ધરી હતી.

ભાટ પાસે ડમ્પરના ટાયરમાં પંક્ચર પડ્યું હતું

અન્ય સમાચારો પણ છે...