તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગણોના દેવ શ્રી ગણેશના સ્થાપન બાદ ગુરુવારે તેમને ભાવભરી વિદાય

ગણોના દેવ શ્રી ગણેશના સ્થાપન બાદ ગુરુવારે તેમને ભાવભરી વિદાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણોના દેવ શ્રી ગણેશના સ્થાપન બાદ ગુરુવારે તેમને ભાવભરી વિદાય અપાઇ હતી. સૌ કોઇ દ્વારા દુંદાળા દેવની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરાઇ હતી પરંતુ મૂર્તિના વિસર્જનમાં ક્યાંક ધર્મભાવનાની ઊણપ જણાઇ હતી. ગાંધીનગર પાસે સાબરમતી નદીમાં વિસર્જનવેળા કેટલીક વરવી વાસ્તવિક્તા સપાટી પર આવી હતી. બે દિવસ પૂર્વે કેટલાક શ્રધ્ધાળુઓ પાણીમાં મૂર્તિને પધરાવી પોતાની ફરજ પૂરી થઇ હોવાનું માની વિદાય થઇ ગયા હતા પરંતુ નદીમાં પાણી ઓસરી જતા એકદંતની મૂર્તિ એકલીઅટૂલી રહી ગઇ હતી. દરમિયાન ફુગ્ગા વેચીને પેટિયું રળતા ફેરિયાએ અવિસર્જિત મૂર્તિની સૂંઢમાં લાકડી પરોવી તેની ઓથે બેસી ફુગ્ગા-રમકડાં વેચવાની હાટડી ખોલી દીધી હતી. પી.ઓ.પી ની મૂર્તિ જળમાં એકાકાર થઇ શકતી નથી ત્યારે આવતા વર્ષે માટીની નાના કદની મૂર્તિની સ્થાપના કરી કૃત્રિમ કુંડમાં કે અન્ય કોઇ ઇકો ફ્રેન્ડલી રીતે તેનું વિસર્જન કરવા સંકલ્પબધ્ધ બનવું જોઇએ. તસવીર-કલ્પેશભટ્ટ

વિઘ્નહર્તાની ‘વસમી’ વિદાય ટાણે જાણે આસ્થાનું પણ વિસર્જન!

અન્ય સમાચારો પણ છે...