Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » Gandhinagar - વિધાનસભા સત્ર: કોંગ્રેસની ઘેરાવની જાહેરાતથી પોલીસ ફોર્સ વધારાયો

વિધાનસભા સત્ર: કોંગ્રેસની ઘેરાવની જાહેરાતથી પોલીસ ફોર્સ વધારાયો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:50 AM

ગાંધીનગર | વિધાનસભાનું ચોમાસુ સત્ર તા 18મી સપ્ટેબરથી શરૂ થઇ રહ્યુ છે ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાને...

  • Gandhinagar - વિધાનસભા સત્ર: કોંગ્રેસની ઘેરાવની જાહેરાતથી પોલીસ ફોર્સ વધારાયો
    ગાંધીનગર | વિધાનસભાનું ચોમાસુ સત્ર તા 18મી સપ્ટેબરથી શરૂ થઇ રહ્યુ છે ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાને લઇને વિધાનસભા ઘેરાવ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને પોલીસની મુશ્કેલીમાં વધારો થયો છે. વિધાનસભા સત્રનાં રૂટીન બંદોબસ્તની સાથે સાથે કોંગ્રેસીઓને વિધાનસભા સુધી પહોચતા અટકાવવા માટે વધારાનો પોલીસ ફોર્સ ફાળવવાની ફરજ પડી છે. જેમાં ગાંધીનગર જિલ્લાની સાથે સાથે આસપાસનાં જિલ્લામાંથી પણ પોલીસને બોલાવવામાં આવશે.

    વધારાની 500 પોલીસ ગોઠવાશે, તમામ માર્ગો પર નાકાબંધી

    કોંગ્રેસ દ્વારા બે વર્ષ પુર્વે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ જાહેર કર્યા બાદ મોટી સંખ્યામાં પોલીસ ગોઠવવા છતા કોંગ્રેસનાં આગેવાનો તથા કાર્યકરો વિધાનસભા સુધી પહોચવામાં સફળ થયા હતા અને ગેટ કુદીને અંદર પણ ઘુસી ગયા હતા. કોંગ્રસની સ્થિતી ત્યાર કરતા અત્યારે વધારે સારી બની છે અને આયોજન પુર્વક ઘેરાવની તૈયારીઓ પણ ચાલી રહી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતી ગાંધીનગર જિલ્લા પોલીસની મુશ્કેલી વધી છે. પોલીસ સુત્રોનાં જણાવ્યાનુંસાર વિધાનસભાનાં રૂટીન બંદોબસ્તમાં 1 એસપી, 4 ડીવાએસપી, 10 પીઆઇ, 30 પીએસઆઇ, 300 પોલીસ તથા મહિલા અને ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ કોંગ્રેસનાં ઘેરાવનાં કાર્યક્રમને લઇને બહાર પણ મોટી સંખ્યામાં પોલીસનો ગોઠવવી પડશે. ત્યારે વિધાનસભા બહાર તથા માર્ગો પર પોલીસ ગોઠવીને વાહન ચેકીંગ પણ કરવામાં આવશે.

    કાર્યક્રમને પગલે કેટલો ફોર્સ વધારાયો ?

    કોંગ્રેસનાં ઘેરાવનાં પગલે વધારાનાં 4 ડીવાયએસપી, 10 પીઆઇ, 25 પીએસઆઇ, 300પોલીસ, 40 ટ્રાફિક જવાનો, 50 મહિલા પોલીસ તથા 2 કંપની એસઆરપી તૈનાત કરવામાં આવશે. જરૂરી પડ્યે વધારે ફોર્સ બોલાવવા માટે પણ તૈયારી રાખવામાં આવી છે અને ફોર્સ તૈયાર પણ રખાશે.

    ઘેરાવ સફળ બનાવવા ગામડે ગામડે બેઠકો

    કોંગ્રેસ દ્વારા ઘેરાવનાં કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રાઉન્ડ લેવલની તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લામાં તમામ તાલુકાઓનાં મોવડીઓને ગામડે ગામડે તથા પોતાનાં વિસ્તારોમાં મોકલીને કાર્યકરોને ઘેરાવમાં જોડાવા તૈયાર કરવામાં આવી રહ્યા છે. માણસામાં વધુમાં વધુ લોકો ઘેરાવ કાર્યક્રમમાં પહોચે તે માટે ખાટલા બેઠકોનો દોર ચાલ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ