• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ‘લારી રાખવી હોય તો હપતો આપોે’ વેપારીએ ના પાડતા ધમકી આપી

‘લારી રાખવી હોય તો હપતો આપોે’ વેપારીએ ના પાડતા ધમકી આપી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરશહેરમાં ગુનાખોર તત્વો કાયદા અને પોલીસની ઐસી કી તૈસી કરીને આતંક પર ઉતરી રહ્યા છે. સેકટર 24નાં સર્કલ પાસે લારી ધરાવતા ગરીબ માણસ પાસે હપ્તો ઉઘરાવવા આવેલા સ્થાનિક 3 શખ્સોએ દબાણમાં લારી રાખવી હોય તો ખર્ચો આપવો પડશે તેવુ કહી પૈસા માંગ્યા હતા. વેપારીએ ના પાડતા માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા વેપારીઓમાં અને સ્થાનિકોમાં રોષ ભભુક્યો છે. પિડીત વેપારીએ અંગે સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના સેકટર 24નાં સર્કલે સેકટર 27નાં કોર્નર પર ધોળા દિવસે બનતા વેપારીઓમાં તથા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. સેકટર 27નાં ગાયત્રીનગરમાં રહેતા અભિષેકભાઇ રમેશચંદ્ર શુક્લા સેકટર 24નાં કોર્નર પર ખાણી પીણીની લારી ચલાવે છે. સોમવારે અભિષેકભાઇ લારી આગળ સફાઇ કરી રહ્યા હતા ત્યારે બુલેટ પર આવેલા મેહુલ દેસાઇ, કમલેશ તથા અન્ય એક શખ્સે અભિષેકભાઇ પાસે આવીને કહ્યુ હતુ કે તારી લારી દબાણમાં છે. ખર્ચાનાં રૂપીયા આપવા પડશે.

અભિષેકભાઇએ પૈસા આપવાની ના પાડતા શખ્સો લાકડી અને પટ્ટા વડે ગાળો દેતા દેતા અભિષેકભાઇ પર ફરી વળ્યા હતા અને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપીને નિકળી ગયા હતા. હપ્તા ઉઘરાવતા તત્વોની જાહેરમાં ગુંડા ગર્દીને લઇને આસપાસનાં વેપારીઓ તથા સ્થાનિકોમાં ફફટાડ ફેલાઇ ગયો હતો. અભિષેકભાઇએ અંગે સેકટર 21 પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો સામે માર માર્યાની તથા જાનથી મારી નાંખવાની ધમકી આપતા પીએસઆઇ વસાવાએ દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કડક કાર્યવાહી નહી કરે તો શહેરને બાનમાં લેશે : સ્થાનિકો

સ્થાનિકવેપારીઓનાં જણાવ્યાનુંસાર શખ્સો દ્વારા નાના વેપારીઓ પાસેથી લુખ્ખાગીરી કરીને હપ્તા ઉઘરાવાય છે. અભિષેકભાઇ પાસેથી પણ પહેલા રૂ. 1000 અને 500 ધમકાવી લઇ ગયા હતા. જો આવા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરીને ઉગતા ડામવામાં નહી આવે તો આખા શહેરને બાનમાં લેશે અને સ્થિતી પોલીસનાં કાબુ બહાર જતી રહેશે તેવુ સ્થાનિકોનું કહેવુ છે.

ગાંધીનગરમાં હપતા ઉઘરાવતી ગેંગ સક્રિય

અન્ય સમાચારો પણ છે...