તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • એડીસી બેંકે નાણાં નહીં સ્વીકારતા ખોરજ મંડળીના સભ્યનું રાજીનામું

એડીસી બેંકે નાણાં નહીં સ્વીકારતા ખોરજ મંડળીના સભ્યનું રાજીનામું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરતાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ખોરજ સહકારી મંડળીનાં કમિટી સભ્યે મંડળીમાંથી રાજીનામુ આપ્યું છે. કમિટી સભ્ય નારણભાઇ પટેલે લેખિતમાં જણાવ્યું છે કે એડીસી બેંક દ્વારા પાક ધિરાણ અને વાહન લોન સહિતના નાણા જુના ચલણમાં લેવામાં આવતાં નથી. મુદ્દે મંડળી તરફથી કરાયેલા ઠરાવ સંબંધે પણ બેંક તરફથી કોઇ પ્રતિભાવ અપાતો નથી ત્યારે મંડળીના સભ્યોની કફોડી સ્થિતિ જોતાં હવે મારી ધીરજ ખુટી છે અને મેં નૈતિક ફરજરૂપે કમિટી સભ્ય તરીકે રાજીનામું આપ્યું છે.

વધુમાં કહ્યું હતું કે ખોરજ સહકારી મંડળીના ચેરમેન તેમજ કમિટી સભ્યો દ્વારા અમદાવાદમાં એડીસી બબેંકની હેડ ઓફીસ પર જઇને બેંકના ચેરમેનને મંડળીનો ઠરાવ આપીને સહકારી બેંકોના પાક ધિરાણ, વાહન લોન અને અન્ય લોન પેટેના નાણાં સ્વીકારવા માગણી કરવામાં આવી હતી. પરંતુ મુદ્દે કોઇ નિકાલ કરવામાં આવ્યો નથી. સંજોગોમાં ગુજરાતની સહકારી ક્ષેત્રોની બેંકો, એપીએમસી કે બીજે કોઇ ખેડૂતની સંસ્થાઓના આગેવાનો પોતાની ખુરશી સાચવીને ગમે તેટલી બેઠકો લાવશે તો કોઇ ફરક નહીં પડે. જો ખેડૂતોનું ભલુ કરવું હશે તો પહેલા તમારી ખુરશીનું બલિદાન આપી સામાન્ય ખેડૂત બની દરેક ખેડૂતને મદદરૂપ થવું જરૂરી છે. સરકારે ખેડૂતોની સ્થિતિ જોઇને સહકારી બેંકમાં નાણાં સ્વીકારવા યોગ્ય પગલા લેવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...