તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ATMમાં 15 મિનીટમાં 2 વાર નાણાં ઉપાડવાનું તિકડમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકારે રૂપિયા 500 અને 1000ની નોટ રદ કર્યાને 20 દિવસ વિતી ગયાં છે અને નાણાં એક્સચેંજ બંધ થયા છે. હજુ બેંકમાંથી રોકડ ઉપાડવામાં નાગરિકોને સમસ્યા પડી રહી છે. ત્યારે શહેરના નાગરિકો વધુ નાણાં મેળવવા માટે નવો કિમિયો શોધી કાઢ્યો છે. પૈસા ઉપાડવા માટે લાઇનમાં ઉભેલા ચતુર નાગરિકો સમયનો ઉપયોગ કરીને બીજી વાર એટીએમમાં નાણાં ઉપાડવા માટેનું તિકડમ શોધ્યું છે. રાત્રીના 12 વાગ્યા પછી તારીખ બદલાય છે, જેનો લાભ લઇને નાગરિકો એકવાર 12 વાગ્યા પહેલા અને બીજીવાર 12 વાગ્યા પછી એટીએમમાંથી નાણાં ઉપાડી લે છે. જો કે શરત એટલી છે કે એટીએમમાં નાણા હોવા જોઇએ.

વેપારી યોગેનભાઇના જણાવવા પ્રમાણે બેંકમાં ઉપલબ્ધિના અભાવમાં નવું ચલણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટીએમ કાર્ડધારકો એટીએમમાંથી પ્રતિદિન નિયત રકમ રૂપિયા 2 હજારજ મેળવી શકે છે. પરિણામે રોજબરોજની જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદી શકતા નથી. ત્યારે ચતુર નાગરિકો એટીએમમાંથી નાણાં ઉપાડવાનો નવો કિમીયો શોધ્યો છે. જેમાં રાત્રીના 12 વાગે તે પહેલા અને 12 વાગ્યા પછી પૈસા ઉપાડવાનો નવો કિમીયો શોધ્યો છે. જેથી બે વારમાં 4 હજાર મેળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...